
UP Crime: દેશમાં સતત બળાત્કારની ઘટનાઓ બની રહી છે. બેટી બચાવોના નારા લગાવતી ભાજપ સરકારના રાજમાં અપરાધિક ઘટના ફૂલીફાલી છે. ત્યારે વધુ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી બહાર આવ્યો છે. મુરાદાબાદ જિલ્લામાં બનેલી ઘટનાએ માનવતાને શરમાવી છે. વાસનાથી આંધળા એક પિતાએ પોતાની જ સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પુત્રી ગર્ભવતી થઈ. આરોપી પિતા 50 વર્ષનો છે અને પુત્રી 15 વર્ષની છે.
પોલીસને કઈ ફરિયાદ મળી
પોલીસે પોતાની પુત્રી પર બળાત્કારની આ શરમજનક ઘટનાના સંદર્ભમાં આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરી આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. તેની માતાએ રવિવારે ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ત્રણ મહિના પહેલા તેને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી તેણે પોતાની પુત્રી પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું, અને તે ગર્ભવતી કરી નાખી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની પુત્રીને ધમકી આપી હતી કે જો તે બળાત્કાર વિશે કોઈને કહેશે તો તે તેના નાના ભાઈને નુકસાન પહોંચાડશે.
પોલીસે શું કાર્યવાહી કરી?
પોલીસ ફરિયાદ મુજબ, શનિવારે છોકરીએ તેના પિતાના ફોનનો ઉપયોગ કરીને તેની માતાને ફોન કર્યો અને ઘટના અને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપી હાલમાં ફરાર છે. પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ
Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર
Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત








