
UP news: ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રવિવારે એક પુત્રએ જમીનના ટુકડા માટે કુહાડીથી હુમલો કરીને તેના માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. કોટવાલી વિસ્તારના દેલિયા ગામમાં, અભય યાદવ નામના વ્યક્તિએ તેના પિતા શિવરામ યાદવ (65), માતા જમુની દેવી (60) અને બહેન કુસુમ દેવી (36) ને વારંવાર કુહાડીથી મારી નાખ્યા હોવાની ઘટનાથી ગામમાં સનસનાટી મચી ગઈ છે.
યુવકે પોતાના જ માતા-પિતા અને બહેનનો કેમ જીવ લીધો?
જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ઇરાજ રાજાએ જણાવ્યું હતું કે અભય ગુસ્સે હતો કારણ કે તેના માતાપિતાએ તેની નાની બહેન કુસુમને જમીનનો એક ભાગ આપ્યો હતો. આ મુદ્દા પર બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. રવિવારે, આ મુદ્દા પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે અભયે તેના માતાપિતા અને બહેનની કુહાડીથી હત્યા કરી દીધી. એસપીએ કહ્યું કે હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. તેને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે.
જમીનના વિવાદને લઈને યુવકના માથા પર થયું ખૂન સવાર
ગામલોકોએ જણાવ્યું હતું કે જમીનના વિવાદ અંગે સંબંધીઓ અને કેટલાક લોકો સાથે પંચાયત યોજાઈ હતી, પરંતુ અભય અને તેની પત્નીને જમીનની એટલી ભૂખ હતી કે તેના માથા પર ખૂન સવાર થઈ ગયું. અભય તેના પિતા સાથે જમીન તેની બહેનના નામે નોંધાવવા બાબતે ઝઘડો કરી રહ્યો હતો. પુત્રવધૂ પણ તેની સાસુથી નારાજ હતી. તે જ સમયે કુસુમ તેના સ્કૂટર પર ત્યાં પહોંચી. તે જૂના મકાનમાં તેનું સ્કૂટર પાર્ક કરીને બાંધકામ હેઠળના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે અભય કુહાડી લઈને તેની તરફ દોડ્યો.
યુવકે બહેનને કુહાડીના ઘા ઝીંકીને પતાવી દીધી
અભયને જોઈને, હેલ્મેટ પહેરેલી કુસુમ ડાંગરના ખેતર તરફ દોડી ગઈ, પરંતુ અભયે તેની બહેનને કુહાડીના ઘા ઝીંકીને મારી નાખી. આ જોઈને, અભયે તેના 70 વર્ષીય પિતા શિવરામને બચાવવા દોડ્યા ત્યારે તેને પણ કુહાડીથી કાપી નાખ્યો. બૂમો સાંભળીને માતા જમુની દેવી પણ દોડી આવી અને અભયે તેને પણ મારી નાખી. આમ યુવકે એક જમીનના ટુકડા માટે પોતાના જ માતા પિતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવતા આ કળિયુગી કપૂત સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી