
UP Police Crime: ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરમાં વૃધ્ધ દંપતિ પર નશામાં ધૂત બનેલા બે પોલીસકર્મીઓએ અડધી રાત્રે આવી માર માર્યો છે. હાલ વૃધ્ધ મહિલા અને પતિ સારવાર લઈ રહી છે. SPએ તપાસના આદેશ આપ્યા છે. આઝમગઢ જિલ્લાના અહીરોલા પોલીસ સ્ટેશન વિસ્તારના સોફીપુર ગામના રહેવાસી વાજિદની પત્ની કૌશરી નિશાનને પોલીસે એટલી હદે માર માર્યો કે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવી પડી છે.
પિડિત મહિલાએ જણાવ્યું કે 1 માર્ચની રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે અહિરૌલા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ પરિક્ષિત દુબે અને સૌરભ રાય બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યારે વૃધ્ધ મહિલાએ પૂછ્યું કે તેઓ મોડી રાત્રે ઘરમાં કેમ ઘૂસી રહ્યા છે?, ત્યારે પોલીસકર્મીએ અચનાક જ વૃધ્ધ મહિલાને માર મારવા લાગ્યા હતા. મહિલાને એટલી ગંભીર રીતે માર માર્યો છે કે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃધ્ધ મહિલા હાથ ભાગી ગયો છે. તેનો પતિ વાજિદ વચ્ચે પડતાં તેને પણ એટલો માર માર્યો કે તેનો પણ હાથ ભાગી ગયો છે.
આટ આટલો જુલમ ગુજાર્યા બાદ પોલીસકર્મીઓએ દંપતિ પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું હતુ અને જ્યારે તેણે પૈસા આપવાની ના પાડી તો પોલીસકર્મીએ જુલમ ગુજાર્યો હતો. આ મામલે દંપતિએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બંને પોલીસકર્મી નશામાં હતા
દંપતિએ આરોપ લગાવ્યો કે બંને પોલીસકર્મી, પરિક્ષિત દુબે અને સૌરભ રાય, નશામાં હતા. તે એકાએક ઘરની અંદર ઘૂસી ગયા હતા. અને ઘરની અન્ય મહિલાઓની પણ છેડતી કરી હોવાના આરોપ લગાવ્યા છે. જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેમને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. પિડિત પરિવારે અધિક્ષક પાસે માંગણી કરી છે કે બંને પોલીસકર્મીઓને પદ પરથી દૂર કરવામાં આવે. સાથે સાથે તેમની વિરુધ્ધ કડકમાં કડક પગલા ભરી અમને ન્યાય આપો.
આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી વાનને એસટી બસે ટક્કર મારી, બાળકોના જીવ તાળવે ચોટ્યા!
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Anand: સમારખા ચોકડી પાસે 2 બસ, કાર, બાઈક સળગી ઉઠ્યા, ફાયર વિભાગ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!