
UP Police Missing: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના કમિશનરેટમાંથી 53 પોલીસકર્મીઓ ગુમ છે. આ મામલે અખિલેશ યાદવે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ગુમ થયેલા પોલીસકર્મીઓની સંખ્યા 161 છે, જેમાં કેટલાક ઇન્સ્પેક્ટર પણ શામેલ છે. પરંતુ, બુધવારે કાનપુર પોલીસ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામા આવી હતી. ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે 161 પોલીસકર્મીઓ ગુમ થયાના સમાચાર પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે વિભાગના 53 પોલીસકર્મીઓ ફરજ પરથી ગેરહાજર છે.
યુપીના 161 પોલીસ કર્મચારીઓ ગુમ!
આ અંગે માહિતી આપતા ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ કહ્યું કે મીડિયામાં એવા અહેવાલો છે કે 161 પોલીસકર્મીઓ ગુમ છે. આ આંકડો પાયાવિહોણો છે. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પોલીસના વિવિધ વિભાગો – ટ્રાફિક, ગુના, પોલીસ લાઇન અને કેટલાક પોલીસ સ્ટેશનોના 53 પોલીસકર્મીઓ તેમની ફરજ પરથી ગેરહાજર છે. આ બધી ફાઇલો મોકલી દેવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ આ મામલે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
यूपी में पुलिसकर्मी लापता हैं और क़ानून-व्यवस्था गुमशुदा! pic.twitter.com/bvujsnJA9B
— Akhilesh Yadav (@yadavakhilesh) July 24, 2025
પોલીસ કર્મીઓનો સંપર્ક થઈ શક્યો નથી
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ તે પોલીસકર્મીઓ છે જેઓ રજા પર પોતપોતાના ઘરે ગયા હતા અને પછી ફરજ પર પાછા ફર્યા નથી. આમાંથી કેટલાક પોલીસકર્મીઓ ઘણા મહિનાઓથી ગુમ છે અને કેટલાક છેલ્લા કેટલાક અઠવાડિયાથી. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ડીસીપી એસએમ કાસિબ આબ્દી કહે છે કે તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલો તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) July 24, 2025
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો









