
UP Police Crime: ઉત્તર પ્રદેશના બાંદામાં એક સબ-ઇન્સ્પેક્ટરનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મહિલા ફરિયાદી સાથે અશ્લીલ વાતો કરી રહ્યો છે. આ ઓડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગની ઈજ્જતના લીરેલીરા ઉડી ગયા છે. જ્યારે મામલો એસપી સુધી પહોંચ્યો, ત્યારે તેમણે આરોપી સબ-ઇન્સ્પેક્ટરને લાઇન ડ્યુટી પર મુકી દીધો. ચાલો જાણીએ આખી વાર્તા…
મળતી જાણકારી અનુસાર બરચા ચોકીમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટરનું નામ પવન પાંડે છે, જેના પર મહિલા સાથે અશ્લીલ વાતો કરવાનો આરોપ છે. મહિલાએ સબ-ઇન્સ્પેક્ટરનો કોલ રેકોર્ડિંગ એસપીને મોકલ્યો હતો, ત્યારબાદ એસપીએ કાર્યવાહી કરી હતી. ઓડિયોમાં સાંભળી શકાય છે કે સબ-ઇન્સ્પેક્ટર પીડિત મહિલા સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે પોલીસ કહે છેકે ‘મને તને સ્પર્શ કરવાનું મન થયું, તું ખૂબ જ સુંદર છે,’
હાલમાં આ ઓડિયો વાયરલ થતાં જ એસપીએ ઇન્સ્પેક્ટરને લાઇન ડ્યુટી પર મૂકી દીધા છે. વધુ તપાસ ડીએસપી દ્વારા કરવામાં આવશે. એસપીનું કહેવું છે કે તપાસ બાદ નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
સાસરિયાઓ ત્રાસ મામલે મહિલાએ પોલીસની મદદ માગી હતી
આ સમગ્ર મામલો કાલિંજર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં એક મહિલાએ એસપીને જણાવ્યું હતું કે તેના સાસરિયાઓ તેને ત્રાસ આપે છે અને માર મારે છે. જે અંગે તેણે કાલિંજર પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, જેની તપાસ ઇન્સ્પેક્ટર પવન પાંડેને સોંપવામાં આવી છે. તાજેતરમાં ઇન્સ્પેક્ટર તેને તેની કારમાં તેના સાસરિયાના ઘરે લઈ ગયો, પરંતુ રસ્તામાં અશ્લીલ વર્તન કરવાનું શરૂ કર્યું હતુ. જેથી સાસરિયાના ત્રાસથી છૂટકારો મેળવવા માગતી મહિલા પોલીસ પોલીસના ત્રાસમાં ફસાઈ ગઈ.
‘તારા વાળને પ્રેમથી સ્પર્શ કરવાનું મન થતું હતું’
રસ્તામાં ઈન્સ્પેક્ટરે મહિલા સાથે અયોગ્ય વાત કરી, પછી તેનો મોબાઈલ નંબર લીધો અને વહેલી સવારે તેને ફોન કરવાનું શરૂ કર્યું. વાયરલ કોલ રેકોર્ડિંગમાં ઈન્સ્પેક્ટર કહે છે- ‘જ્યારે તું સૂતી હતી, ત્યારે તારો ચહેરો ખૂબ જ માસૂમ દેખાતો હતો, મને તને સ્પર્શ કરવાનું મન થતું હતું. મને તારા વાળને પ્રેમથી સ્પર્શ કરવાનું મન થતું હતું. મારામાં તને સ્પર્શ કરવાની હિંમત નહોતી, હું વિચારી રહ્યો હતો કે તને ખરાબ લાગશે. મને ખબર નથી કે તારો માણસ તને કેવી રીતે સમજી શક્યો નહીં, તું ખૂબ જ માસૂમ છે…’
આ અંગે પીડિત મહિલાએ એસપીને ઇન્સ્પેક્ટર વિશે ફરિયાદ કરી અને આ ઓડિયો તેમને આપ્યો. જેના પર એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ઇન્સ્પેક્ટર પવન પાંડેને લાઇન ડ્યુટી પર મુક્યા. તપાસ અધિકારીને બદલી દેવામાં આવ્યો છે, અને ડીએસપીને ઇન્સ્પેક્ટરની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
મોદી, યોગી ઘેરાયા
**”‘तुम्हें छूने का मन है’ — ये किसी छिछोरे की आवाज़ नहीं, थाने में बैठा दरोगा (पवन कुमार पाण्डेय नाम बताया जा रहा है!), महिला फरियादी से बोल रहा है.
अब बताइए, जब थाने के अंदर ही ऐसी बलात्कारी सोच कुर्सी पर बैठी हो, तो बेटी कहां जाए?योगी जी, इस दरोगा के घर बुलडोज़र चलाने की… pic.twitter.com/naDmheJOWs
— Wg Cdr Anuma Acharya (Retd) (@AnumaVidisha) July 4, 2025
આ મામલે પૂર્વ વિંગ કમાન્ડર અનુમા આચાર્યએ પોસ્ટ કરી યોગી સરકારને આડે હાથ લીધી છે. તેમણે સવાલો કર્યા છે કે પોલીસ સ્ટેશનમાં બેઠેલા બળત્કારી વિચારોવાળા પોલીસથી મહિલાઓને કોણ બચાવશે?. યોગી સરકાર પ્રહાર કરતાં લખ્યું કે યોગીજી, શું તમારામાં આ પોલીસ ઇન્સ્પેક્ટરના ઘર પર બુલડોઝર ચલાવવાની હિંમત છે કે નહીં?
મોદીને આડે હાથ લેતાં લખ્યું મોદીજી, શું તમે હજુ પણ બેશરમીથી મહિલા સન્માન વિશે વાત કરશો કે શું તમે મુખ્યમંત્રી યોગીને મહિલાઓ પ્રત્યે આવી ઘૃણાસ્પદ વિચારસરણીને રોકવા કહેશો? તે મુખ્યમંત્રી, જે વહીવટ કરતાં કાવડ યાત્રા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રામરાજ્યનો ધ્વજ લઈને નીકળેલા ભાજપ કાર્યકરો, કૃપા કરીને મને એ પણ કહો — આ કયું રામ છે, કોના રાજ્યમાં આવા રાવણ યુનિફોર્મ પહેરીને બેઠા છે?.
આ પણ વાંચોઃ
India Pakistan conflict: ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને મદદ કરી, સેનાએ કર્યો ખુલાસો, મોદી મૌન
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Bharuch: અંકલેશ્વરમાં શાળાની ઘોર બેદરકારીના કારણે 1 નિર્દોષ બાળકનું કરુણ મોત, જાણો સમગ્ર ઘટના
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?








