
Rahul Gandhi Go back: રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડ્યા બાદ મોદી સરકારની ઊંઘ હરામ થઈ છે. દેશમાં ભાજપ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. જેથી હવે વોટ ચોરીના મુદ્દાથી બચવા અનેક પેંતરા કરી રહી છે. આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રાહુલ ગાંધીના કાફલાને અટકાવ્યો હતો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ તેમના સમર્થકો સાથે તેમના રસ્તામાં ધરણા પર બેસી ગયા હતા. જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. પ્રદર્શનકારીઓએ “રાહુલ પાછા જાઓ” ના નારા લગાવ્યા. વધતા વિરોધને કારણે પોલીસે સાવચેતીરૂપે રાહુલ ગાંધીના કાફલાને લગભગ 1 કિલોમીટર પહેલા જ અટકાવી દીધો હતો. ઘટનાસ્થળે તણાવપૂર્ણ વાતાવરણ હતું અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
જો કે હાલ સમાચાર મળી રહ્યા છે કે રાયબરેલીમાં રાહુલ ગાંધીને ભાજપના કાર્યકરોએ ઘેરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું રાહુલ ગાંધીને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે?
रायबरेली में नेता विपक्ष राहुल गांधी को बीजेपी कार्यकर्ताओं ने घेर लिया है।
बताया जा रहा है कि राहुल गांधी के काफिले पर हमला भी हुआ है।
क्या राहुल गांधी को नुकसान पहुंचाने की साजिश रची जा रही है? pic.twitter.com/sBMk68vf9d
— Lutyens Media (@LutyensMediaIN) September 10, 2025
આજે બુધવારે સવારે 8:30 વાગ્યે રાહુલ ગાંધી તેમના દિલ્હી નિવાસસ્થાનેથી રાયબરેલી જવા રવાના થયા. હતા તેઓ દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને લખનૌ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ પછી, રાહુલ રોડ માર્ગે રાયબરેલી જવા રવાના થયા હતા.
રાહુલની મુલાકાત દરમિયાન રાયબરેલીમાં પોસ્ટર વોર પણ જોવા મળ્યું. ભાજપ કાર્યકરોએ રાહુલ તેમની બહેન પ્રિયંકાને ચૂંબન કરતા પોસ્ટર દ્વારા વિરોધ કર્યો છે. જેથી ભાજપ કાર્યકરોએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને લજવ્યા છે.
આ સિવાય પણ ઘણા પોસ્ટર ચર્ચામાં છે. સપાના રાજ્ય સચિવ લોહિયા વાહિની રાહુલ નિર્મલ બાગીનું એક પોસ્ટર ચર્ચામાં છે. આમાં રાહુલ-અખિલેશ અને તેજસ્વીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
#WATCH | UP | BJP staged a protest against Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over the derogatory remarks against PM Modi’s late mother at a Mahagathbandhan event, as he visits Raebareli. pic.twitter.com/CJRS4OvBmZ
— ANI (@ANI) September 10, 2025
પોસ્ટર અંગે રાહુલ નિર્મલ બાગીએ કહ્યું- જે રીતે રાહુલ, અખિલેશ અને તેજસ્વી દલિત લોકોના અવાજ તરીકે ઉભરી આવ્યા છે, તે ચોક્કસપણે કળિયુગના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. જ્યારે ભાજપના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું- રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ રાજકારણના ઇચ્છા પૂર્ણ કરનારા હિન્દુઓ છે, જે ચૂંટણી આવતાની સાથે જ પોતાનું સ્વરૂપ અને રંગ બદલી નાખે છે.
ભાજપ નેતાઓએ મોદીની માતાને ગાળો બોલવાને લઈ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. જો કે હજુ સુધી ભાજપ પુરાવા આપી શક્યું નથી કે માતાનું ક્યા અને કેવી રીતે અપમાન કરવામાં આવ્યું?, કોંગ્રેસ કાર્યકરો પુરાવા માગે છે પણ ભાજપ આપી શકતી નથી. જેથી લોકો માની રહ્યા છે કે વોટ ચોરીનું કૌભાંડ છૂપાવવા મુદ્દો ઉભો કરેલો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
બાતોહી રિસોર્ટમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું- પહેલા લોકો કહેતા હતા કે ચોક્કસ કંઈક ગડબડ છે. પરંતુ કોઈની પાસે કોઈ પુરાવા નહોતા. હવે પુરાવા છે. મતોની ચોરી થઈ રહી છે. આ બંધ કરવું પડશે. વિરોધ છતાં, ચૂંટણી પંચ સરમુખત્યારશાહીથી વર્તી રહ્યું છે.
આ પણ વાંચો:
Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?







