
UP Varanasi Crime: ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ડોક્ટરને ઓનલાઈન Grinder ગે એપ પર યુવક સાથે સંપર્ક કરવો ભારે પડ્યો છે. યુવકે હોટલમાં જઈ ડોક્ટરને બ્લેકમેઈલ કરી 8 લાખ પડાવી લીધા છે. યુવકે ડોક્ટરના અશ્લીલ ફોટા પાડી અને વીડિયો ઉતારી ધમકી આપી હતી. જાણવા મળ્યું છે કે ડોક્ટર ગે છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ આરોપીએ તેને અનેક આઈડી પર અલગ અલગ ખાતામાં ઓનલાઈન બધા પૈસા ટ્રાન્સફર કરાવ્યા. પીડિત ડોક્ટરે સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે વિકાસ ઉર્ફે આરવ પાંડે ઉર્ફે રોશન પાઠક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
ડૉક્ટર સિગરા વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા
ઓનલાઈન એપ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા પીડિત ડોક્ટરે કહ્યું- હું વારાણસીના સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોટલમાં રોકાયો હતો. 20 જુલાઈના રોજ, મેં રાત્રે 8 વાગ્યે Grinder એપ પર આઈડી (looking4mature) સાથે વાત કરવાનું શરૂ કર્યું. વાતચીત દરમિયાન, તે યુવકે મને તેનું નામ વિકાસ જણાવ્યું. લગભગ એક કલાકની વાતચીત પછી મેં તેને હોટલમાં બોલાવ્યો. મેં હોટલ સ્ટાફને પણ કહ્યું કે જો વિકાસ નામનો કોઈ યુવાન આવે તો તેને મારા રૂમમાં મોકલી દો.
આરોપી વિકાસ રાત્રે 10 વાગ્યે હોટેલ પહોંચ્યો
ડોક્ટરે કહ્યું- વિકાસ રાત્રે 10 વાગ્યે હોટેલમાં આવ્યો. આ પહેલા મેં તેના વોટ્સએપ નંબર પર મેસેજ કરીને તેને બીયર લાવવા કહ્યું હતું. તે બીયર લઈને આવ્યો. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. અમે બંને બીયર પીતા રહ્યા. પછી મેં મારા બધા કપડાં ઉતારી નાખ્યા અને તેને પણ કપડાં ઉતારવા કહ્યું. પણ વિકાસ આ વાત માટે સંમત ન થયો.
ગ્લાસ તોડી કાચ ગરદન પર મૂક્યો
વિકાસે મને કહ્યું- આ ઉંમરે તને આ બધું શોભતું નથી. શિવ નગરીમાં આ બધું ના કર. આ પછી તેણે તરત જ મારા નગ્ન ફોટા પાડ્યા અને એક વીડિયો પણ બનાવ્યો. તેણે ટેબલ પર રાખેલો કાચ તોડી નાખ્યો અને તેની ટોચ મારા ગળા પર રાખી અને કહ્યું- મને પૈસા આપ નહીંતર હું આ ફોટો તારા સંબંધીઓને મોકલી દઈશ.
ડૉક્ટરે કહ્યું- જ્યારે મેં ઉતાવળમાં કપડાં પહેરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે મને ઘણી વાર થપ્પડ મારી. તેણે મારા કપડાં ફાડી નાખ્યા. પછી તેણે મને કહ્યું- મારા રાજકીય અને માથાભારે લોકો સાથે સંબંધો છે. હું તને મારી નાખીશ.
જેથી ગભરાયેલા ડોક્ટરે 20 થી 21 જુલાઈ દરમિયાન પંજાબ નેશનલ બેંક ખાતામાંથી UPI ચુકવણી દ્વારા ત્રણ હપ્તામાં 80 હજાર રૂપિયા, ATM દ્વારા બે હપ્તામાં 40 હજાર રૂપિયા અને ICICI બેંક ખાતામાંથી UPI દ્વારા બે હપ્તામાં 1 લાખ રૂપિયા આપ્યા.
ઉપરાંત, ICICI બેંક દ્વારા ઓનલાઈન એક નવા નામના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા. આ અકાઉન્ટ ધારકનું નામ રાશિ રોશન કુમાર હતું. તેના નામે 2 લાખ 50 હજાર, 80 હજાર, 50 હજાર તેમ કરીને કુલ 8 લાખ રૂપિયા એક મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યારબાદ, તે 21 જુલાઈના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો.
ટૂંક સમયમાં ધરપકડ કરી: પોલીસ
સિગરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે- ડોક્ટરની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 308(4), 115(2) અને 324(4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમે હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરીને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?
Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ






