
UP: ફિરોઝાબાદમાં એક હૈયું કંપાવી દેતી ઘટના, પિતાએ કુહાડીથી 13 ઘા મારીને ક્રૂરતાથી પુત્રીની હત્યા કરી દીધી, લોહીથી લથપથ મૃતદેહ જોઈ સ્ત્રીઓએ ચીસો પાડી,ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી.
પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે થઈ કરી હત્યા
ફિરોઝાબાદના નાગલા જાટ ગામમાં, સોમવારે રાત્રે એક પિતાએ તેની 12મા ધોરણમાં ભણતી પુત્રીની કુહાડીથી 13 વાર ઘા મારીને ક્રૂરતાથી હત્યા કરી દીધી. તે તેની પુત્રીના પ્રેમ સંબંધથી ગુસ્સે હતો. મંગળવારે સવારે ખેતરમાંથી છોકરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી, પિતાએ ઈજ્જત માટે પુત્રીની હત્યા કરી દીધી,રાત્રે કર્યો પુત્રીનો પીછો પુત્રીને પડોશી ગામના એક યુવક સાથે અફેર હતું. હકીકત જાણતા પિતા ઇન્દ્રપાલે જ કરી હત્યા. કુહાડીથી ગળા પર ઘા કરીને તેની હત્યા કરી દીધી. ઘટના પછી, તેણે કુહાડી બાજુના ખેતરમાં ફેંકી દીધી અને ઘરે આવ્યો.
મૃતદેહ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી
જ્યારે ગામની સ્ત્રીઓ ખેતરમાં શૌચ કરવા ગઈ, ત્યારે નેહાનો લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડ્યો હતો. લાશ જોઈને સ્ત્રીઓએ ચીસો પાડી. ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
આ ઘટનાની માહિતી મળતાં જ પિતા અન્ય ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા, અને ઘટના વિશે અજાણ હોવાનું પણ જણાવ્યું, પોલીસને ગેરમાર્ગે દોરવા તેમણે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી. કહ્યું કે પુત્રી ખેતરમાં શૌચ કરવા ગઈ હતી. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ તેની હત્યા કરી નાંખી છે.
પિતાએ સત્ય કબૂલ કર્યું
આરોપી સાથે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે તેણે સત્ય કબૂલ્યું. રાત્રે, આરોપી પિતાના ઇશારા પર પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી જપ્ત કરી. ત્યારબાદ, પોલીસે તેની ધરપકડ કરી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા. પોલીસે મૃતદેહને કબજે લીધો ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અને હત્યાની તપાસ શરૂ કરી છે.
આવી ઘટનાઓમાં સતત વધારો
આજકાલ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રેમસંબંધમાં હત્યાઓ હવે નવી વાત રહી નથી ઈજજતના નામ પર પરિવાર જ દુશ્મન બની જતો હોય છે. કયાંક પ્રેમીની હત્યા તો કયાંક પ્રેમીકાની સતત આવી ઘટનાઓ સામે આવ્યાં કરે છે. પરિવારને આવી વાતોની જાણ થયા બાદ કોઈને જાણ ન થાય એવી રીતે અપરાધ કરવામાં આવતાં હોય છે.
આ પણ વાંચો:
UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!
CM Rekha Gupta: રાજકોટના શખ્સે દિલ્હીના CM રેખા ગુપ્તા હુમલો કેમ કર્યો?
Gujarat: સરકારને કરોડના ખર્ચે પોતાની ભાષા સુધારવાનું ભાન કેમ થયું?
Parrot World Record: પોપટનો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 33 સેકન્ડમાં કરી નાખ્યું આ પરાક્રમ, જુઓ!
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!







