યુએસ કોર્ટે અદાણીને સમન્સ મોકલ્યો: કેન્દ્રએ કહ્યું ગુજરાતની કોર્ટને સમન્સ મોકલાવી દો

  • યુએસ કોર્ટે અદાણીને સમન્સ મોકલ્યો: કેન્દ્રએ કહ્યું ગુજરાત કોર્ટને સમન્સ મોકલાવી દો

કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલા દાવામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સમન્સ બજાવવા માટે ગુજરાતની એક કોર્ટને વિનંતી કરી છે. આ પગલું હેગ સંધિ હેઠળ ભરવામાં આવ્યું છે, જે વિદેશમાં દાખલ થયેલા કેસોમાં કાનૂની દસ્તાવેજોની સેવામાં મદદ કરવા માટે દેશો વચ્ચે સહયોગની મંજૂરી આપે છે. આ ઘટનાક્રમની પુષ્ટિ કેન્દ્ર સરકારે ધ હિન્દુ અખબારથી કરી છે.

કાયદા મંત્રાલયના કાયદાકીય બાબતોના વિભાગ (DLA) એ ગયા મહિને અમેરિકા તરફથી મળેલા સમન્સને અમદાવાદની જિલ્લા અને સેશન કોર્ટને મોકલ્યા હતા. આ પત્ર 25 ફેબ્રુઆરીના રોજ લખવામાં આવ્યો હતો, જેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને સમન્સ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ કેસ યુએસ રેગ્યુલેટર SEC દ્વારા ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લામાં ફેડરલ પ્રોસિક્યુટર્સ સાથે મળીને દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર અદાણી ગ્રીન લિમિટેડના એક્ઝિક્યુટિવ તરીકે યુએસ રોકાણકારોથી “લાખો ડોલરની લાંચ” આપી હોવાના તથ્ય છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. SECનો દાવો કર્યો છે કે ભારતીય અધિકારીઓને ઊંચા દરે વીજળી ખરીદવા માટે લાંચ આપવામાં આવી હતી, જેનાથી અદાણી ગ્રીન અને સોલાર પાવર પ્લાન્ટ ઓપરેટર એઝ્યુર પાવરને ફાયદો થયો.

ધ હિન્દુના અહેવાલ મુજબ, SEC એ 18 ફેબ્રુઆરીના રોજ ન્યૂયોર્કની એક કોર્ટને જાણ કરી હતી કે તેણે હેગ કન્વેન્શન હેઠળ સમન્સ બજાવવામાં ભારત સરકાર પાસેથી મદદ માંગી છે. જોકે, અગાઉ કાયદા મંત્રાલયે માહિતી અધિકાર (RTI) ના જવાબમાં દાવો કર્યો હતો કે તેમને 21 ફેબ્રુઆરી સુધી આવી કોઈ વિનંતી મળી નથી.

આ RTI અરજી 19 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવી હતી, અને તેનો જવાબ 3 માર્ચે આપવામાં આવ્યો હતો, જ્યારે સમન્સ ગુજરાત કોર્ટમાં મોકલવામાં આવી ચૂક્યું હતું. તેથી વિદેશ મંત્રાલયના પ્રશ્ન ઉપર આશંકા અને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે,  શું મંત્રાલય અમેરિકાની વિનંતીને જાણતું હતુ કે નહીં?

અદાણી ગ્રુપ સામેનો આ કેસ ગયા વર્ષથી સમાચારમાં છે, જ્યારે યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે ગ્રુપે ભારતીય અધિકારીઓને લાંચ આપીને સૌર ઉર્જાના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે.

જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને “પાયાવિહોણા” ગણાવીને નકારી કાઢ્યા છે. યુ.એસ.માં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે 10 ફેબ્રુઆરીએ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ પ્રિવેન્શન એક્ટ (FCPA)ના અમલીકરણને 180 દિવસ માટે સ્થગિત કરી દીધું, જેના હેઠળ અદાણી પર આરોપ મૂકવામાં આવ્યો હતો. તેનાથી સમૂહને આશા બંધાઈ કે આનાથી કાનૂની કાર્યવાહીમાં વિલંબ થઈ શકે છે. ભારતમાં પણ વ્યાપકપણે આનો પ્રચાર કરવામાં આવ્યો હતો કે અદાણીને અમેરિકામાં રાહત મળી છે. પરંતુ ત્યાં કેસ પોતાની ગતિએ ચાલી રહ્યો છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.

ગયા વર્ષે બ્રુકલિન ફેડરલ એટર્ની જનરલે અદાણી પર અધિકારીઓને લાંચ આપવાનો આરોપ દાખલ કર્યો હતો. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ લાંચ અધિકારીઓને અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઉત્પન્ન થતી વીજળી ખરીદવા માટે સમજાવવા માટે આપવામાં આવી હતી. આ સંદર્ભમાં કંપનીએ અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે. જ્યારે કંપનીએ રોકાણકારોને લેખિતમાં જણાવ્યું હતું કે તેણે આ પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની લાંચ આપી નથી કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો નથી.

રોઇટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કથિત લાંચ યોજનાની સંપૂર્ણ વિગતો ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા દાખલ કરાયેલ 54 પાનાના ફોજદારી આરોપમાં સમાયેલી છે. અદાણી અને તેના સાત સહયોગીઓ વચ્ચે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક સંદેશાઓ અટકાવવામાં આવ્યા હતા. 2020ની શરૂઆતમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ અદાણી ગ્રીન એનર્જીને મહત્વ આપવાનું શરૂ કર્યું. સોલાર એનર્જી કોર્પોરેશને 12 ગીગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે એઝ્યુર પાવર ગ્લોબલ સાથે કરાર પણ કર્યો હતો. બંને કંપનીઓ ભવિષ્યમાં વીજળી વેચીને મોટો નફો કમાવવાની હતી.

SEC અનુસાર, સાગર અદાણી અને એઝ્યુરના CEOએ તે સમયે કોન્ટ્રાક્ટ પર થઈ રહેલા વિલંબને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને લાંચનો સંકેત આપ્યો હતો. એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર એઝ્યુરના સીઈઓએ 24 નવેમ્બર, 2020 ના રોજ લખ્યું હતું કે સ્થાનિક વીજ કંપનીઓને “પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે”, જેના જવાબમાં સાગર અદાણીએ ફેબ્રુઆરી 2021માં એઝ્યુરના સીઈઓને જવાબ આપ્યો હતો કે “હા… પરંતુ ઓપ્ટિક્સને આવરી લેવા ખૂબ મુશ્કેલ છે. જેમ તમે જાણો છો. અમે આ મંજૂરીઓને આગળ વધારવા (ઝડપી મંજૂરી આપવા માટે) માટે પ્રોત્સાહનો (લાંચ) બમણા કરી દીધા છે.”

SEC એ Azureના CEO નું નામ પ્રતિવાદી તરીકે આપ્યું ન હતું, પરંતુ Azure ના સિક્યોરિટીઝ ફાઇલિંગ દર્શાવે છે કે તે સમયે CEO રણજીત ગુપ્તા હતા. ગુપ્તા પર યુએસ ન્યાય વિભાગ દ્વારા લાંચ વિરોધી કાયદાઓનું ઉલ્લંઘન કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, એઝ્યુરે કહ્યું હતું કે તે યુએસ તપાસમાં સહકાર આપી રહ્યું છે, અને આરોપો સાથે જોડાયેલા વ્યક્તિઓએ એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં કંપની છોડી દીધી હતી.

ફેડરલ કોર્ટના આરોપ મુજબ ઓગસ્ટ 2021માં ગૌતમ અદાણીએ દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશના એક અધિકારી સાથે ઘણી બધી બેઠકોમાંથી પ્રથમ મુલાકાતમાં તેમણે રાજ્ય પાસેથી વીજળી ખરીદવા માટે સંમતિ આપવાના બદલામાં $228 મિલિયનની લાંચ આપવાનો વાયદો કર્યો હતો. ડિસેમ્બર સુધીમાં આંધ્ર પ્રદેશ વીજળી ખરીદવા માટે સંમત થયું અને ન્યાય વિભાગના આરોપ મુજબ નાના કરાર ધરાવતા અન્ય રાજ્યોએ પણ ટૂંક સમયમાં તેનું પાલન કર્યું. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના અધિકારીઓને પણ લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

SEC અનુસાર, 6 ડિસેમ્બર, 2021 ના ​​રોજ એક કોફી શોપમાં મળેલી મીટિંગ દરમિયાન, Azure ના અધિકારીઓએ કથિત રીતે “અદાણીએ સરકારી સોદાઓ પર હસ્તાક્ષર કરવામાં કેવી રીતે મદદ કરી તે અંગેની અફવાઓ” પર ચર્ચા કરી હતી. ગૌતમ અદાણીએ 14 ડિસેમ્બર, 2021 ના રોજ કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી 2023 સુધીમાં વિશ્વની સૌથી મોટી ઊર્જા કંપની બનશે. SECએ તેની ફરિયાદમાં લખ્યું છે કે, એઝ્યુર અને અદાણી ગ્રીનની અચાનક સારા નસીબે (અચાનક કરાર થવા બાબત) માર્કેટમાં ધૂમ મચાવી દીધી હતી. ભારતીય મીડિયાએ અદાણી ગ્રુપની સફળતાના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પડદા પાછળ કથિત લાંચ આ સફળતાના મૂળમાં હતી.

અમેરિકન ન્યાય વિભાગે આરોપ લગાવ્યો છે કે SECએ 17 માર્ચ, 2022 ના રોજ એઝ્યોરને “સામાન્ય પૂછપરછ” પત્ર મોકલ્યો હતો. તે સમયે Azure ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગનું કામકાજ ચાલું હતું. સીઈસીએ તેમના તાજેતરના કોન્ટ્રાક્ટ્સ વિશે પૂછ્યું હતું. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, ગૌતમ અદાણીએ આગામી મહિને એટલે એપ્રિલમાં અમદાવાદ ઓફિસમાં એક બેઠક દરમિયાન એઝ્યુરના પ્રતિનિધિઓને કહ્યું કે તેમને અધિકારીઓને જે લાંચ આપી હતી, તેના માટે $80 મિલિયનથી વધુની ભરપાઈ કરવામાં આવશે, જેનાથી આખરે એઝ્યુરના કોન્ટ્રાક્ટને ફાયદો થયો. એઝ્યુરના કેટલાક પ્રતિનિધિઓ અને કંપનીના એક મોટા રોકાણકારે અદાણીની કંપનીને સંભવિત નફાકારક પ્રોજેક્ટ સંભાળવાની મંજૂરી આપીને તેમને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો.

ફરિયાદીઓએ કહ્યું કે, પ્રતિનિધિ અને રોકાણકારો કથિત રીતે એજ્યોરના નિર્દેશક મંડળ

ફરિયાદીઓએ કહ્યુ કે પ્રતિનિધિઓ અને રોકાણકારોએ કથિત રીતે એઝ્યુરના ડિરેક્ટર બોર્ડને કહેવા સંમતિ આપી હતી કે અદાણીએ લાંચના પૈસા માંગ્યા હતા પરંતુ યોજનામાં તેમની ભૂમિકા છુપાવી હતી. આ દરમિયાન અદાણીની કંપનીઓ અમેરિકન રોકાણકારો સહિત આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા અબજો ડોલરની લોન અને બોન્ડ એકત્ર કરી રહી હતી. 2021 અને 2024 વચ્ચે ચાર અલગ-અલગ ફંડ ઊભા કરવાના લેવડદેવડમાં કંપનીઓએ રોકાણકારોને દસ્તાવેજો મોકલ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે લાંચ આપી નથી.

17 માર્ચ, 2023ના રોજ અમેરિકાની મુલાકાત દરમિયાન FBI એજન્ટોએ સાગર અદાણીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરી લીધા હતા. એફબીઆઈ એજન્ટોએ સાગર અદાણીને ન્યાયાધીશનું સર્ચ વોરંટ સોંપ્યુ, જે દર્શાવે છે કે યુએસ સરકાર છેતરપિંડી કાયદા અને ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટના સંભવિત ઉલ્લંઘનની તપાસ કરી રહી હતી.

ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, ગૌતમ અદાણીએ 18 માર્ચ, 2023ના દિવસે સર્ચ વોરંટના દરેક પેજની તસવીર પોતાને ઈમેલ કરી હતી.

ફરિયાદીઓના મતે, અદાણીની કંપનીઓએ તેમ છતાં 5 ડિસેમ્બર, 2023 ના રોજ $1.36 બિલિયન સિન્ડિકેટ લોન કરાર કર્યો હતો અને માર્ચ 2024માં ફરીથી રોકાણકારોને કહ્યું હતું કે તેમની કંપનીએ લાંચ આપીને કામ કરાવતી નથી.

24 ઓક્ટોબરના રોજ, બ્રુકલિનના ફેડરલ પ્રોસિક્યુટર્સે ગૌતમ અદાણી, સાગર અદાણી, ગુપ્તા અને આ યોજનામાં કથિત રીતે સામેલ પાંચ અન્ય લોકો સામે ગુપ્ત ગ્રાન્ડ જ્યુરી અભિયોગ (આરોપપત્ર ) મેળવ્યો. આ આરોપ 20 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. તે વખતે અદાણી ગ્રુપની કંપનીઓના બજાર મૂલ્યમાં $27 બિલિયનનો ઘટાડો થયો. અદાણી ગ્રીન એનર્જીએ તાત્કાલિક ધોરણે $600 મિલિયનના બોન્ડ વેચાણને રદ કરી દીધા.

ભારતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો પરંતુ મોદી સરકારે ગૃહની કાર્યવાહીમાંથી રાહુલના નિવેદનોને દૂર કરી દીધા હતા. આ કાર્યવાહી લોકસભામાં સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભામાં ચેરમેન ધનખડ દ્વારા કરવામાં આવી હતી. અદાણી ગ્રુપે આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા. આ દરમિયાન સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટેના લાંચ વિરોધી કાયદા પર રોક લગાવી દીધી છે અને તેનાથી અદાણી જૂથને રાહત મળશે. પરંતુ હવે એ વાત સામે આવી રહી છે કે આવું બન્યું જ નહોતું. સીઈસીની કાર્યવાહી તેના સ્તરે ચાલુ છે. આ મુદ્દે મોદી સરકાર SEC ને શું જવાબ આપે છે તે જોવાનું બાકી છે.

  • Related Posts

    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading
    BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
    • October 14, 2025

    -દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 9 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 4 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 6 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 16 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 10 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 23 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?