
US Deportation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતીની મોટી મોટી વાતો થતી હોય,પણ હકીકત કંઈ અગલ જ છે. મોદી હાલમાં જ અમેરિકાના પ્રવાસે જઈને આવ્યા છે. તેમ છતાં ત્યા રહેતાં ભારતીયો અંગે નક્કર પગલાં લેવાયા ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે હવે ગેરકાદેસર રહેતાં વધુ 119 ભારતીયોને અમેરિકામાંથી પાછા તગેડી મૂકવામાં આવ્યા છે. આ પહેલા 104 ભારતીયોનો નિકાલ કરાયો હતો. ત્યારે હવે ત્રીજીવારવાર પણ ભારતીયોનો દેશનિકાલ કરવા અમેરિકાએ કવાયત હાથ ધરી છે.
ત્યારે સવાલો થઈ રહ્યા છે મોદીની અમેરિકાની યાત્રાથી ભારતીયોને શું ફાયદો? અમેરિકાએ ડિપોર્ટેશનની કાર્યવાહી તો યથાવત જ રાખી છે. જ્યારે અમેરિકામાં મોદી પહોંચ્યા હતા ત્યારે પણ ભારતીયોનો નિકાલ કરવાનું કામ તો કરી જ રહ્યું હતુ. ત્યારે વડાપ્રધાને ગેરકાયદેસર રહેતાં ભારતીયો અંગે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે શું વાત કરી તે જ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ વખતે ડિપોર્ટ કરાયેલા લોકની બેડીઓ લેન્ડિંગ પહેલાં જ ખોલી દેવામાં આવી હતી. પરંતુ તેમને બેડીઓ અને સાંકળ બાંધીને જ ભારત લાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. અમેરિકાએ પીએમ મોદીની મુલાકાત બાદ પણ પોતાની ડિપોર્ટેશનની કાર્યવાહીમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પુરવાર થઈ રહ્યું છે કે મોદી અમેરિકામાં રહેતાં ભારતીયો માટે કંઈ કરી શકે તેમ નથી. ગેરકાયદેસર રહેતાં ભારતીયોનો ઉકેલ શોધાયો નથી. જેથી અમેરિકામાં રહેતાં ભારતીયોને અમેરિકામાં રહેવું જોખમી બન્યું છે. તેમને સાંકળે અને હાથકડી બાંધી ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે.
મિડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળી રહ્યું છે અમેરિકાના અધિકારીઓ ભારતીયોના ઘરમાં ઘસીને તેમને ખેંચી લાવી ભારત પરત મોકલી રહ્યા છે. ત્યારે હવે આ મામલે ભારતનું તંત્ર શું પગલા લે છે તે હવે કોઈ જાણતું નથી.
આ પણ વાંચોઃ US Deportation: બીજીવાર અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ, અમૃતસરથી તમામ લોકો અમદાવાદ પહોંચ્યા
આ પણ વાંચોઃ Gujarat Local Election: મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો
આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના







