
Donald Trump Statement Nobel Peace Prize: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરષ્કારની ઝંખનાઓ વધને વધતી જઈ રહી છે. જો કે તેમને ઘણા દેશનો સાથ મળી રહ્યો નથી. જેથી હતાશા વ્યક્ત કરી રહ્યા છે. ભારત સાથે સંબંધ ભગાડ્યા પછી તેમની વિશ્વ અને પોતાના જ દેશમાં ભારે ટીકા થઈ રહી છે. ત્યારે તેમણે હવે શાંતિ પુરસ્કાર નોબેલ લઈ વધુ એક નિવેદન આપ્યું છે. જે ચર્ચાનો વિષય બન્યું છે.
#WATCH | On his chances of winning the Nobel Peace Prize, US President Donald Trump says, “I have no idea… Marco would tell you we settled seven wars. We’re close to settling an eighth. I think we’ll end up settling the Russia situation… I don’t think anybody in history has… pic.twitter.com/xLUw1zwvee
— ANI (@ANI) October 8, 2025
ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર પર નારાજગી અને હતાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું તેમના નેતૃત્વ હેઠળ અમેરિકાએ 7 આંતરરાષ્ટ્રીય યુધ્ધોને શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યા છે અને આઠમા આંતરરાષ્ટ્રીય સંઘર્ષને ઉકેલવાની નજીક છે. આમ છતાં તેમણે કટાક્ષમાં કહ્યું કે નોબેલ સમિતિ તેમને પુરસ્કાર ના આપવા માટે કોઈ બહાનું શોધી કાઢશે.
આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસોમાં નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની છે, અને વિવિધ આંતરરાષ્ટ્રીય નામાંકનોના આધારે ટ્રમ્પને સંભવિત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પે શું કહ્યું?
જ્યારે ટ્રમ્પને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે તેમને ઘણા દેશો અને સંગઠનો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે, અને શું તેઓ વિચારે છે કે તેઓ તે જીતશે, ત્યારે તેમણે કહ્યું, “મને ખબર નથી. અમે 7 યુદ્ધો ઉકેલી નાખ્યા છે. અમે આઠમા યુદ્ધના સમાધાનની ખૂબ નજીક છીએ. માર્કો (તેમણે કદાચ તેમના એક સહાયકનો ઉલ્લેખ કર્યો હતો) તમને તેના વિશે કહેશે. મને લાગે છે કે અમે ઇતિહાસમાં બીજા કોઈ કરતાં વધુ યુધ્ધો ઉકેલ્યા છે. પરંતુ નોબેલ સમિતિ કદાચ મને પુરસ્કાર ના આપવા માટે કોઈ બહાનું શોધી કાઢશે.”
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ દાવા
ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, “ગયા અઠવાડિયે રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈમાં 7,000 લોકો માર્યા ગયા. તે એક ભયંકર પરિસ્થિતિ છે. પરંતુ મને વિશ્વાસ છે કે આપણે આનો પણ ઉકેલ લાવી શકીશું.”
નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળે?
નોબેલ શાંતિ પુરસ્કાર એવા વ્યક્તિઓ અથવા સંગઠનોને આપવામાં આવે છે જેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ, સહયોગ અને નિઃશસ્ત્રીકરણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આ પુરસ્કાર નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા આપવામાં આવે છે, જે નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.
જ્યારે અન્ય નોબેલ પુરસ્કારો સ્વીડનમાં આપવામાં આવે છે, ત્યારે શાંતિ પુરસ્કારની જાહેરાત અને એનાયત નોબેલના વસિયતનામામાં ચોક્કસ જોગવાઈને અનુસરીને નોર્વેમાં કરવામાં આવે છે.
ટ્રમ્પ પહેલા પણ પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે
આ પહેલી વાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર પર નારાજગી વ્યક્ત કરી હોય. તેમણે વારંવાર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે નોબેલ સમિતિ તેમની સિદ્ધિઓ છતાં તેમનું સન્માન કરી રહી નથી. તેમણે ખાસ કરીને ઇઝરાયલ, યુએઈ અને બહેરીન વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનારા અબ્રાહમ કરારનો ઉલ્લેખ કર્યો. આ સીમાચિહ્નરૂપ કરાર માટે ટ્રમ્પને 2021 માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જીતવામાં નિષ્ફળ ગયા હતા.
ટૂંક સમયમાં પણ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થવાની છે, જેથી ટ્રમ્પ આ નોબેલ લેવા થનગની રહ્યા છે. આ નોબેલ મેળવવા ભારત-પાકિસ્તાનન સંઘર્ષ રોકાવવા અંગે દાવો ઓછામાં ઓછો 25 વખત કર્યો છે. જો કે તેમ છતાં હવે જોવું રહ્યું કે ટ્રમ્પેને આ નોબેલ મળે છે કે નહીં?
આ પણ વાંચો:
Adani Airport: નવી મુંબઈ એરપોર્ટ નજીક શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમએ ગેરકાયદે દરગાહ તોડી નાંખી હતી
Adani Airport: અદાણીના નવા હવાઈ મથકને મોદીએ બુલેટ ટ્રેનનું સીધું જોડાણ આપી મોટો ફાયદો કરાવ્યો, જુઓ








