
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ત્રણેય બાળકો રવિવારથી ગુમ હતા. બાળકોના મૃતદેહ ઘરની નજીક એક ખાલી પ્લોટમાં ખાડામાંથી મળી આવ્યા હતા. શંકા છે કે કાળા જાદુને કારણે આ ત્રણ બાળકોની હત્યા કરવામાં આવી હશે. પોલીસ બાળકોના મૃત્યુની અનેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. આ મામલો મેરઠના થાના જાની વિસ્તારના સિવાલખાસ વિસ્તારનો છે. બાળકોના મૃતદેહ મળ્યા બાદ પરિવારના સભ્યો રડી રહ્યા છે.
મેરઠમાં ત્રણ માસૂમોનું મોત
મેરઠના સિવાલખાસ વિસ્તારમાં રવિવારે બપોરથી ગુમ થયા હતા. મોડી રાત સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોની શોધ પણ શરૂ કરી દીધી હતી.ત્યારે ત્રણ નાના બાળકો—શિવાંશ , ઋત્વિક અને માનવી ના મૃતદેહ સોમવારે સવારે તેમના ઘર નજીકના ખાલી પ્લોટમાંથી મળી આવ્યા. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર વિસ્તારને ગહન શોકમાં ડૂબાડી દીધો છે.
કેવી રીતે ગુમ થયા હતા બાળકો ?
શહેરના વોર્ડ 1ના રહેવાસી શ્રીચંદ્રના પુત્રો જીતેન્દ્ર અને મોનુના ઘર એકબીજાની બાજુમાં આવેલા છે, જ્યારે હિંમતનું ઘર તેમની સામે છે. પરિવારના જણાવ્યા મુજબ, રવિવારે સવારે 10 વાગ્યે ત્રણેય બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. બપોરે ભોજન માટે બોલાવવા માટે શોધખોળ કરવામાં આવી, પરંતુ તેઓ મળ્યા નહીં. પરિવારે નજીકના વિસ્તારો, શેરીઓ, ખેતરો અને આસપાસના ગામોમાં શોધખોળ કરી, શહેરમાં જાહેરાત પણ કરાવી, પરંતુ બાળકોનો કોઈ પત્તો ન લાગ્યો જેથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે પણ શોધખોળ શરૂ કરી.
પરિવારના માથે આભ ફાટયું
સોમવારે સવારે 5:30 વાગ્યે, બાળકોના મૃતદેહ ઘર નજીકના ખાલી પ્લોટમાં મળી આવ્યા. આ દૃશ્ય જોઈને પરિવારના સભ્યોનું રુદન ફાટી નીકળ્યું, અને કેટલીક મહિલાઓ બેભાન થઈ ગઈ.પરિવારના માથે જાણે આભ ફાટયું. આ સ્થિતને જોઈ ગુસ્સે થયેલા ગ્રામજનોએ પોલીસ ચોકી પર હોબાળો મચાવ્યો અને હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી.
પોલીસે આ ઘટના વિશે શું કહ્યું ?
આ ઘટના વિશે સીઓ સરધના આશુતોષ કુમારે જણાવ્યું કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મૃત્યુનું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરિવારના જણાવ્યા મુજબ, શિવાંશ યુકેજીમાં, ઋત્વિક નર્સરીમાં ભણતા હતા, જ્યારે માનવી હજુ શાળાએ જતી ન હતી. ત્રણેય બાળકોના પિતા મજૂરી કરે છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે, અને પોલીસ પર ઝડપથી તપાસ કરી ગુનેગારોને પકડવાનું દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો