
Uttar Pradesh: વારાણસીમાં એક મહિલાના પ્રેમીએ તેના 10 વર્ષના પુત્ર સૂરજ શર્માની હત્યા કરી દીધી, કારણ કે તેમના ગેરકાયદેસર સંબંધો વિશે બાળકને જાણ થઈ.અને ખુલ્લા પડી જવાના ડરથી મહિલાના પ્રેમી ફૈઝાને તેના મિત્ર સાથે મળીને બાળકનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને દાટી દીધી.
સંબંધોનો પર્દાફાશ થવાના ડરથી ઘાતકી કૃત્ય આચર્યું
વારાણસીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી જેમાં ગેરકાયદેસર સંબંધોનો પર્દાફાશ થવાના ડરથી એક મહિલાના પ્રેમીએ તેના 10 વર્ષના પુત્ર સૂરજ શર્માની હત્યા કરી નાખી. આરોપી ફૈઝાને તેના સાથી રશીદની મદદથી આ ઘાતકી કૃત્ય આચર્યું અને બાળકની લાશને દાટી દીધી. પોલીસે મંગળવારે મોડી રાત્રે બંને આરોપીઓને ઝડપી લીધા.
સૂરજે ફૈઝાન અને તેની માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા
રામનગરમાં રહેતી એક મહિલાના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે તેના 10 વર્ષના પુત્ર સૂરજ અને 6 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. મહિલાના ગોલાઘાટના રહેવાસી ફૈઝાન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. થોડા દિવસો પહેલાં સૂરજે ફૈઝાન અને તેની માતાને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા, જેના કારણે ફૈઝાને પોતાના સંબંધો ખુલ્લા પડી જવાનો ભય સતાવવા લાગ્યો હતો જેથી તેમને હકીકત છુપાવવા માટે બાળકને મારી નાખ્યો.
બાળકનું ગળું દબાવીને હત્યા
આ ભયથી ફૈઝાને સૂરજને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. અને સાંજે તે સૂરજને બાવન બિઘા મેદાનમાં લઈ ગયો, જ્યાં તેણે પોતાના મિત્ર રશીદ સાથે મળીને બાળકનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને ત્યાં જ દાટી દીધી. બીજી તરફ, રાત્રે 1:30 વાગ્યે મહિલાએ પોતાના પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી ફૈઝાન અને રશીદને ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો.
પોલીસનો જવાબી કાર્યવાહીમાં ગોળીબાર
આ કેસની તપાસ માટે એડીસીપી સર્વાનન ટી. અને એસીપી કોતવાલી પ્રજ્ઞા પાઠક રામનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુનાના સ્થળની ચકાસણી માટે ફૈઝાન અને રશીદને બાવન બિઘા લઈ જવામાં આવ્યા. આ દરમિયાન, ફૈઝાને પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લઈને ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો, જેમાં ફૈઝાનના જમણા પગમાં ગોળી વાગી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને મહિલાની ભૂમિકા હજુ સ્પષ્ટ થઈ નથી.
આ પણ વાંચો:
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા
UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી