
Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે તેને રુપિયા પાછા માંગતા, તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ વિવાદ હિંસક બનતાં અનુજ તેના ભાઈ ,પુત્ર અને ભત્રીજા સાથે મળીને હ્રદયલાલ પર હુમલો કરી તેને માર મારીને તેની હત્યા કરી નાખી હતી.
રુ. 200 માટે યુવકની હત્યા
ગોંડા જિલ્લાના લક્ષ્મણપુર જાટ ગામના કડિયાકામ કરનાર મૃતક હૃદય લાલે તે જ ગામના રામ અનુજને 700 રૂપિયા ઉછીના આપ્યા હતા.1 ઓગસ્ટના રોજ, જ્યારે લાલે 200 રૂપિયા પાછા માંગ્યા, ત્યારે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી આ મામલો એટલો હિંસક બન્યો કે અનુજ, તેના ભાઈ રામ કિશોર, પુત્ર જગદીશ અને ભત્રીજા પંકજ અને ચંદને તેના પર લાકડીઓથી હુમલો કર્યો. જેથી લાલને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન લાલનું સોમવારે મૃત્યુ થયું.
એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
ચાર સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી તૈનાત પોલીસે દરમિયાન કામગીરી કરી, હળવો બળપ્રયોગ કરીને નાકાબંધી ખોલી અને મૃતદેહને ગામમાં લઈ જવામાં આવે તેની ખાતરી કરી.સાંજે જ્યારે મૃતદેહ લખનૌથી એમ્બ્યુલન્સમાં પાછો લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પરિવારે ચાલુ એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને બહાર ફેંકી દીધો અને બાલપુર ખાતે મૃતદેહને રસ્તા પર મૂકીને ગોંડા -લખનૌ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો.મૃતક હ્રદયલાલની ઉમંર 22 વર્ષ હતી. અને તેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.
પરિવારની માંગ
આ ઘટના બાદ પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ કહ્યુ કે ગુનેગારોના ઘરોને ‘બુલડોઝર’થી પાડી નાખવામાં આવે. નહીં તો ન્યાય ના મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નઈ આવે.
પોલીસની કાર્યવાહી
કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસની દેખરેખમાં સોમવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લખનૌના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ શાંતિ જાળવવા માટે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court