
Uttarakhand Mansa Devi temple stampede: આજે રવિવારે(27 જુલાઈ, 2025) સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ છે જેના કારણે 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાઓનો ભોગ બન્યા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનસા દેવી મંદિર એક પર્વત પર આવેલું છે અને કાવડ યાત્રા પછી રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. જેના કારણે અચાનક ભીડ વધી ગઈ અને ભાગદોડ મચી ગઈ. આ ઘટનાને લોકો સરકારની બેદરાકીર ગણાવી રહ્યા છે.
આ મંદિર પર્વત પર ઉંચાઈ પર આવેલું છે. આવી સ્થિતિમાં, દર્શન માટે ભક્તોને સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે. ઊંચાઈને કારણે સીડીઓ પણ નાની છે. જેના કારણે ભીડ વધી ગઈ અને લોકો એકબીજા પર પડ્યા અને 6 લોકોના મોત થયા. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મંદિર પરિસરમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે મનસા દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં બધાને બચાવી લેવામાં આવ્યા છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
શું ઇલેક્ટ્રિક શોકની અફવાને કારણે ભાગદોડ મચી હતી?
हरिद्वार की सुबह आज चीखों में बदल गई… मनसा देवी मंदिर में आज सुबह भगदड़ मची… और 6 श्रद्धालुओं की सांसें हमेशा के लिए थम गईं। ये हादसा नहीं था… ये सिस्टम की लापरवाही, सरकार की उदासीनता और धार्मिक आयोजनों के नाम पर की जाने वाली खानापूर्ति का एक क्रूर नतीजा था। https://t.co/jsHBkaMGua
— abhishek (@abhishek42) July 27, 2025
એસપી પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભાગદોડનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ભાગદોડ બાદ કુલ 35 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
જ્યાં ડોક્ટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. ભાગદોડના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પ્રથમ દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે ભાગદોડ ઇલેક્ટ્રિક શોકની અફવાને કારણે થઈ હતી. ભાગદોડ મંદિરની સીડીઓ પર થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે નાસભાગ મચી હતી.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી બંટીએ જણાવ્યું કે મંદિરની નજીક એક થાંભલો છે જ્યાં શોર્ટ સર્કિટ થયું છે. લોકોએ જણાવ્યું કે ત્યાં કરંટ આવતો હતો. આ પછી નાસભાગ મચી ગઈ.
મુખ્યમંત્રીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિરમાં ભાગદોડ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો:
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?