
Vadodara: હરણી બોટકાંડ પિડિતોનું સમર્થન કરનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કોર્પોર્ટર અરવિંદ પ્રજાપતિને પણ ભાજપમાંથી હાકી કાઢવામાં આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી પોતાના જ પક્ષ સામે બાંયો ચઢાવી હતી. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે બંને પાર્ટી વિરુદ્ધ કામ કરી પાર્ટીની છબી બગાડી રહ્યા હતા.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપા સામે પડનાર વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને ભાજપામાંથી પ્રદેશ ભાજપાની સુચનાથી શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ બરતરફ કર્યા છે.
આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સફાઇ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાના આરોપ લાગ્યા હતા. જેની સોશિયલ મિડિયામાં પણ પોસ્ટ મૂકી હતી.
સાથે સાથે તાજેતરમાં વડોદરામાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં તેમની ભૂમિકાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશિષ જોશીએ કહ્યું હતુ કે ભલે પક્ષ મને ટીકીટ ન આપે પણ હું પિડિતો સાથે છું. તેમણે કહ્યું હતુ કે મેં બે મહિલાઓને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોલવા કહ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે હું હરણી બોટકાંડના પિડિતો સાથે છું.
આશિષ જોશી પર આરોપ લાગ્યો હતો કે ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે, તેની સ્ક્રિપ્ટ પણ આશિષ જોષીએ જ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શું થયું હતુ?
જ્યારે મુખ્યુમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડમાં સંતાનો ગુમાવનાર બે મહિલાઓએ જાહેરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ બંનેને રોકી હતી અને કહ્યું હતુ કે સ્ત્રીઓ એજન્ડ સાથે આવી છે. આ વાતનો મુખ્યમંત્રીનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. મુખ્યમંત્રીની ભારે ટીકા થઈ હતી. જેથી ભૂપેન્દ્ર પટેલની દાદા અને મૃદુ અને મકક્મ મુખ્યમંત્રીની છાપ ભૂંસાઈ ગઈ છે. જેથી ભાજપમાં શિસ્તાનું પાલન કરતાં ન હોવાનું કહી આશિષ જોશીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આશિષ જોશી સાથે સાથે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. અરવિંદ પ્રજાપતિ પર આરોપ છે કે તેમણે વડાપ્રધાન મોદીના સિગારેટ પીતા ફોટા ઉસ્ટાગ્રમામાં મૂક્યા હોવાના આરોપ છે.
આ પણ વાંચોઃ
Bhavnagar: મિલકતની તકરારમાં યુવકનો જીવ ગયો, જાહેરમાં છરી વડે રહેંસી નાખ્યો
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
