Vadodara: કોર્પોરેશનના “મગરો”ના પાપે મૃત્યુ પામતાં વિશ્વામિત્રીના મગરો

અહેવાલ: સરિતા ડાભી 

Vadodara: વડોદરાને મગરોની નગરી કહેવામાં આવે છે અને વિશ્વામિત્રીને મગરોનું ઘર કહેવાય છે ત્યારે ચોંકાવનારી વાત છે કે, ચોમાસાની સિઝનમાં પણ આ નદીમાં મગરોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં 9 મગરના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે કાશીબા હોપિટલના પાછળના ભાગમાં વધુ એક મગરનું મોત થયું છે. જેથી વરસાદની સિઝનમાં વિશ્વામિત્રી નદીમાં મગરોના મોત કેમ થઈ રહ્યા છે તે અંગે સવાલ ઉઠ્યા છે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાતચીત કરી હતી અને તેમણે આ અંગે ખુલાસો કર્યો હતો.

વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત

વડોદરામાં આજે વિશ્વામિત્રી નદીમાં કાશીબા હોસ્પિટલના પાછળના ભાગમાં એક મગરનું મોત થયું છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મહાકાય મગરને બહાર કાઢ્યો હતો. આ મામલે સ્થાનિકે જણાવ્યું કે, ગઈ કાલે બે મગર લડતા હતા તેવી માહિતી મળી હતી જ્યારે તેમણે સવારે જોયું તો મગર મૃત હાલતમાં હતો.

FSL થાય પરંતુ રિપોર્ટ જાહેર નથી થતા

નોંધનીય છે કે, છેલ્લા 3 મહિનામાં 9 મગરના મોત થયા છે. પરંતુ તેમના મોત કયા કારણોસર થયા તે હજુ સામે આવ્યું નથી. સામાજિક કાર્યકર અતુલ ગામેચીના જણાવ્યા મુજબ અગાઉ પણ મગરોના FSL કરવામાં આવ્યા છે પરંતુ તે રિપોર્ટને જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા કેમ માહિતી છુપાવવામાં આવી રહી છે તે સવાલ છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કેવી રીતે બન્યું મગરોના મોતનું કારણ ?

 અતુલ ગામેચીએ જણાવ્યુ કે, હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરી દરમિયાન ડમ્પર સહિતના વાહનો તેમન તોડફોડની કામગીરીનો જે અવાજ આવી રહ્યો છે તેનાથી મગરો ડરી જાય છે અને તેઓ આમ તેમ તડફડે છે. તેમજ મગરો એક બીજા સાથે ઝઘડે છે. પહેલા નદીમાં કાદવ હોવાથી તેઓ નદીમાં પોલમાં તેઓ તેમાં છુપાઈને રહેતા હતા પરંતુ હવે નદીને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તેમના ઘર તુટી ગયા છે. વિશ્વામિત્રી નદીમાં માત્ર મગરો જ નહી પરંતુ કાચબા જેવા વન્યજીવોને પણ મુકસાન થઈ રહ્યું છે.

પ્રોજેક્ટ શરુ થતા પહેલા શું કહેવામાં આવ્યું હતું?

જ્યારે આ પ્રોજેકટ શરુ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જીવદયા પ્રેમીઓએ આ અંગે તંત્રને ચેતવ્યા હતા અને મગર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ત્યારે તંત્રએ મગરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પરંતુ તંત્રએ કઈ કર્યું નહીં. એટલું જ નહીં મગરો મરી રહ્યા છે પરંતુ આ અંગે તંત્ર પણ કંઈ બોલવા માંગતું નથી.

વિશ્વનો પહેલો ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો હતો

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે વિશ્વનો પહેલો ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી. અને નદીના કિનારે 66 એકર જમીનમાં પાર્ક બનાવવા માટે વર્ષ 2016માં 3 કરોડના ખર્ચે લોખંડની દીવાલ પણ બનાવી હતી. પરંતુ ત્યારે ખબર પડી કે, તેમ જમીન મહારાણીએ ગરીબોના આવાસ માટે દાનમાં આપેલી છે. જેથી પાલિકાએ કરોડો ખર્ચ્યા બાદ પણ આ પ્રોજેક્ટ જ અધુરો પડતો મૂક્યો હતો. આમ આ જમીન પર ન તો ગરીબો માટે ના ઘર બન્યા કે ન તો મગરનો પાર્ક બન્યો અને જનતાના 3 કરોડ રૂપિયા વેડફી નાખવામાં આવ્યા.

 કોર્પોરેશનના “મગરો”ના પાપે વિશ્વામિત્રીના મગરોના મોત

આમ કહી શકાય કે, કોર્પોરેશનના “મગરો”ના પાપે વિશ્વામિત્રીના મગરોના મોત થઈ રહ્યા છે થતા પણ જાડી ચામડીના પદાધિકારીઓને કંઈ ફરક પડતો નથી. મગરોના મોતનું મુખ્ય કારણ પ્રદૂષણ, નિવાસસ્થાનનો નાશ અને પ્રોજેક્ટની પ્રવૃત્તિઓથી થતો વિક્ષેપ છે.  જો મગરોના મોતનો આંકડો આમને આમ વધતો રહેશે તો વડોદરાની એક ઓળખ ભુંસાઈ જશે.

આ પણ વાંચો:

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

Jagannath RathYatra: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન 625 ભક્તોની તબિયત લથડી, જાણો શું છે કારણ?

Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?

MGNREGA Scam: કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પૂત્રની ધરપકડ, શું હવે અમિત ચાવડા કંઈ બોલશે?

Pakistan માં મોટો આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત, 10 ઘાયલ

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

  • Related Posts

    Rent Garba Partner Gujarat: નવરાત્રીમાં NO TENSION! ગરબા માટે ભાડેથી PARTNER! પવિત્ર તહેવારનો તમાશો બનાવી દીધો ગુજરાતમાં
    • September 27, 2026

    Rent Garba Partner Gujarat: ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલી એક ગૌશાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો પંચગવ્યથી પોતાના શરીર પર લેપ…

    Continue reading
    Makarba Prahladnagar Bridge Traffic Jam: ₹98.60 કરોડના બ્રિજનું લોકાર્પણ, 24 કલાકમાં ટ્રાફિક જામ અને અકસ્માતો; આયોજન પર સવાલ
    • September 27, 2026

    Makarba Prahladnagar Bridge Traffic Jam: અમદાવાદના પ્રહલાદનગર અને મકરબાને જોડતા નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રોજેક્ટ પાછળ આશરે ₹98.60 કરોડનો ખર્ચ થયો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    • September 27, 2026
    • 2 views
    J&K Assembly Statehood BJP Protest: પૂર્ણ રાજ્યના પ્રસ્તાવ પર વિધાનસભામાં હંગામો, BJP ધારાસભ્યોએ નકલો ફાડી વિરોધ નોંધાવ્યો

    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    • September 27, 2026
    • 5 views
    Tripura Congress Protest: ત્રિપુરામાં CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનું પ્રદર્શન, ધરપકડની માંગ સાથે પૂતળું સળગાવ્યું

    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    • September 27, 2026
    • 8 views
    Gyanesh Kumar Assam Protest: CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ વચ્ચે આસામમાં પ્રદર્શન, SIR અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલ

    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    • September 27, 2026
    • 8 views
    SIR Election Commission Controversy: 10 મહિનામાં 14 વાંધાના અહેવાલ બાદ સવાલો વધ્યા, NDA સહયોગીઓએ પારદર્શિતાની માંગ કરી

    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    • September 27, 2026
    • 6 views
    INDIA Bloc Meeting: 30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક, SIR અને ચૂંટણી પંચ સામે સંયુક્ત રણનીતિ પર થશે ચર્ચા

    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો

    • September 27, 2026
    • 6 views
    Brij Bhushan Singh Case: બૃજ ભૂષણ સિંહની નિર્દોષતાના નિર્ણયને મહિલા કુસ્તીબાજોએ પડકાર્યો