Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!

Vadodara Dipen Patel Murder Case: દીપેન પટેલની હત્યામાં મોટો ખુલાસો થયો છે. પોતાના મિત્ર હાર્દિક પ્રજાપતિએ જ તેની હત્યા કરી નાખી છે. આડ ખીલી બનતાં તેનું કાસળ કાઢી નાખ્યું છે. આરોપી મિત્રએ હત્યાનો ગુનો કબૂલ કર્યો છે. હાર્દિક દીપેનના ઘરમાં ભાડે રહેતો હતો અને બંને RTO એજન્ટ તરીકે સાથે કામ કરતા હતા. હાલ ખૂની હાર્દિક પ્રજાપતિને હરણી પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના દરજીપુરાના આરટીઓની નંબરપ્લેટ લગાવવાના કોન્ટ્રેક્ટર દિપેન પટેલની ગુમ થયા બાદ પાંચમા દિવસે 70 કિમી દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી લાશ મળી હતી. ગત સાતમી તારીખે દિપેન પટેલ નામનો યુવક ગુમ થયો હતો. તેના ગુમ થયાના પાંચ દિવસ બાદ તેનો મૃતદેહ કાલોલની નર્મદા કેનાલ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસને ઉકેલી નાંખ્યો છે. દીપેન પટેલની હત્યા તેના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ કરી હોવાનું ખુલ્યું છે. હાર્દિકે પ્રેમપ્રકરણમાં દીપેનનું કટરથી કાસળ કાઢી નાખ્યું છે.

ગર્ભવતી પત્નીએ શું કહ્યું?

ઘરનો મોભી ગુમાવતાં માતા અને પત્ની આક્રંદ કરી રહ્યાં છે અને નાનકડી દીકરી પિતાને યાદ કર્યાં કરે છે, જ્યારે પિતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. દિપેનની પત્ની સોનલબેને કહ્યું હતું કે હું ગર્ભવતી છું, મારું જે સંતાન આવશે તે કોને પિતા કહેશે.

દીપેનની હત્યાનો હતો પ્રિપ્લાન

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હાર્દિકની ગર્લફ્રેન્ડ સાથે પરણિત દીપેનની મિત્રતા વધી રહી હતી, જે હાર્દિકને ખૂંચી રહી હતી. આ બાબતનો ખાર રાખી હાર્દિકે માર્ગમાંથી કાટો હટાવવા નક્કી કર્યું હતુ. તેણે એક મહિના પહેલાથી હત્યાનો પ્લાન કરી રાખ્યો હતો. મરચાની ભૂકી અને  ધારધાર કટર ખરીદી રાખ્યા હતા. હત્યાના દિવસે હાર્દિકે દિપેનને કારમાં લિફ્ટ આપવાના બહાને બોલાવ્યો હતો. રસ્તામાં તેણે દીપેનના આંખોમાં મરચાની ભૂકી નાખી બેભાન કર્યો અને કટરથી ઘા મારી તેની હત્યા કરી નાખી.

હાર્દિક ગુમ દીપેનની શોધખોળનું નાટક કરી રહ્યો હતો. બે દિવસ બાદ દીપેનની કાર મહીસાગર નદીમાં અકસ્માતમાં ખપાવવા નાખી દીધી હતી.કાર પણ ત્યાંથી જ બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ શંકાના આધારે હાર્દિકની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. હરણી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: પાલતું કુતરાએ બાળકીનો જીવ લીધો, AMC કૂતરું લઈ ગઈ!

Ceasefire: ગાજ્યા મેઘ વરસે નહીં, મોદીને સીઝ ફાયર કઈ શરતો પર કરવું પડ્યું?, ટ્રમ્પનું નામ પણ ન લેવાયું?, પિડિતોને ન્યાય ક્યારે?

BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?

Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી
  • October 28, 2025

Swaminarayan Controversy: વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે હિન્દુ ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવે છે, તાજેતરમાં વિવાદોના કેન્દ્રમાં છે. સાધુઓ પર લગાતા ગંભીર આરોપો જેમ કે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, દુષ્કર્મ, સૃષ્ટિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 4 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 2 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 10 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 13 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 13 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 17 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ