Vadodara:કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ કોણ જવાબદાર?

vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી. ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કીલકારી ચીચયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી

પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટીબાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતી તેનું ચગદાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કમાટીબાગ જોય ટ્રેનનો વિવાદ

વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલી વાર વિવાદમા આવી નથી પરંતુ અવાર – નવાર વિવાદમાં આવતી રહે છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ – અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.

જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે ?

મહત્વનું છે કે, આ જોય ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોય છે તેમાં એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેમનું કામ આગળના ટ્રેક પર નજર રાખવાનું હોય છે. તેમજ ટ્રેનના ઝડપ પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની જ હોય છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ બાળકી ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી? અકસ્માત બાદ ડ્રાઈવર કેમ ભાગી ગયો ? શહેરમાં હરણીબોટ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર આવી જગ્યાએ બાળકોની સુરક્ષામાં કેમ બેદરકારી દાખવેછે ?   જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આ દુઃખદ ઘટના ન બની હોત. આ સમગ્ર મામલે તપાસ કરવી ખુબ જરુરી બને છે. આ મામલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ