
Vadodara, Aniruddha Singh Gohil Arrest: નંદેસરી પોલીસે બળાત્કારના ગુનામાં નાસતાં ફરતાં કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુધ્ધસિંહ ગોહિલને અંતે દબોચી લીધો છે. તે છેલ્લા 15 દિવસથી ફરાર હતો. ત્યારે પોલીસેને દબોચી લેવામાં સફળતા મળી છે. તેણે 21 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. સાથે સાથે યુવતની મરજી વિરુધ્ધ જઈ ગર્ભપાત કરાવ્યો હતો.
વડોદારા જીલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બળાત્કાર અને એટ્રેસિટીના ગુનામાં અનિરૂધ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે-નંદેસરી ગામ તા-જી વડોદરા) ને ફાજલપુરથી ઝડપ્યો છે. યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. યુવતી ગર્ભવતી બનતાં જબરજસ્તથી ગર્ભપાત કરાવ્યો હતો. હાલ નંદેસરી પોલીસની વિવિધ ટીમોએ આરોપીને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 26 વર્ષિય અનિરુદ્ધસિંહ વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર છે.
હું અને અનિરુદ્ધ છેલ્લાં બે વર્ષથી સંપર્કમાં…!
21 વર્ષિય દુષ્કર્મ પીડિતાએ કહ્યું હતુ કે અનિરુદ્ધના મામાના છોકરા જયદીપે મારો મોબાઇલ નંબર અનિરુદ્ધને આપ્યો હતો, જેથી હું અને અનિરુદ્ધ છેલ્લાં બે વર્ષથી સંપર્કમાં આવ્યાં હતાં. અનિરુદ્ધે મને અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંદિર પાસે બોલાવી હતી અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મેં તેને એમ પણ કહ્યું હતું કે હું પોલીસ ફરિયાદ કરી દઈશ, જેથી તેણે મને લગ્ન કરવા માટેનો વાયદો કર્યો હતો અને બેથી ત્રણ વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેથી હું હોસ્પિટલમાં ગઈ હતી અને રિપોર્ટ કરાવીને અનિરુદ્ધને બતાવ્યા હતા. જે બાદ બળજબરીથી અનિરુધ્ધસિંહે ગર્ભપાત કરાવ્યો હતો.
આ પણ વાંચો:
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ
બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ
Gujarat Politics: હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે!
ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર
Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો
Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!
પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood