
Vadodara: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગ દ્વારા ‘સભા ગાયન’ ના બીજા દિવસની શરૂઆત સવારે 10 વાગે થઇ. આ અંતર્ગત ગાયન વિભાગના માસ્ટર્સ ડિગ્રીનાં વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી કરવામાં આવી હતી.
આ અવસર પર સંગીત સંકાયના 150થી વધુ વિદ્યાર્થીઓ તથા સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગાયન વિભાગ અધ્યક્ષ ડો રાજેશ કેળકર એ પ્રાસંગિક વક્તવ્ય આપી માર્ગદર્શન આપ્યું હતું. પ્રોફ. ગૌરાંગ ભાવસાર એ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સવારના સત્રમાં વડોદરાના જાણીતા ગાયિકા વત્સલા પાટીલ તથા સાંજના સત્રમાં યોગેશભાઈ સોલંકી બંનેએ વોકલ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિધાર્થી રહી ચુક્યા છે, તે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતાં. તેઓએ સંગીત વિષય પર વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિભાગ તરફથી વિદ્યાર્થીઓને સંગીત વિષયક વિભિન્ન પુસ્તકો ભેટ આપવામાં આવી હતી.
સર્વપ્રથમ સવારના સત્ર માં બાંગ્લાદેશ ની વિધાર્થીની કુ. શાન્તો દેબનાથ એ રાગ આહીર ભૈરવથી શરૂઆત કરી હતી. ત્યારબાદ માલવ ગંધર્વ એ રાગ નંદ, બિંદિયા હિરાણી એ રાગ જોગ, કુ. ઊર્વી આહીરે એ રાગ બૈરાગી, બર્નાલી રૉય તેમજ પ્રોમી બરુઆ એ રાગ નટ ભૈરવ અને રીટા એ રાગ આહીર ભૈરવ પ્રસ્તુત કર્યો હતો.
ત્યારબાદ સાંજના સત્રમાં ભાબના અકટેર અને પ્રિયંકા શાંડીલ એ જુગલબંદીમાં રાગ નંદ, દીર્ઘા મનોહરે રાગ નટ ભૈરવ, દેવ માલપાની એ રાગ જોગ, પ્રશાંત વર્મા- શીતલ ભૂષણ-પ્રિયાંશી કુંભાણી એ સમૂહ માં રાગ નંદ અને શેર અલી એ રાગ બૈરાગી પ્રસ્તુત કર્યો હતો.
તબલા પર પંડિત પદમ કુમાર, એકલવ્ય ભટ્ટ, ધનંજય વેકરિયા, હર્ષિત ગામેતી, હર્ષ ચૌહાણ, કુમાર અમર સિંઘ અને તથાગત આચાર્ય તેમજ હાર્મોનિયમ પર દેવેન્દ્ર કોઠારી, સ્વપ્નિલ પટેલ, અંતુ દેબનાથ અને રક્તિમ ધર એ સંગતિ કરી હતી.
સમસ્ત કાર્યક્રમનું સુંદર સંચાલન ચિ. રિયા ગુપ્તા અને વિશેષ દ્રષ્ટિ ધરાવતી ચિ. ખુશ્બુ પટેલે કર્યું હતું. કાર્યક્રમના કો. ઓર્ડીનેટર તરીકે ડો. પ્રવિણ અહિરે સંચાલન કર્યું હતું.
આ પણ વાંચોઃ PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?
આ પણ વાંચોઃ UP Video: ‘સંકટમોચન’ પોલીસે વિદ્યાર્થીને બેરહમીથી માર માર્યો, હનુમાનના નામે છોડવા બૂમો પાડી!
આ પણ વાંચોઃ US-Ukraine: ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ NATOની ચિંતા કેમ વધી?, રશિયા ખુશ!