Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

Vadodara Crime: વડોદરામાં પુજા કરતા યુવક અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. આજવા રોડ પર આવેલા રામમંદિરમાં ઘૂસી વિધર્મી શખ્સે હુમલો કર્યો હતો. વિધર્મીએ પુજારીના પરિવારને પણ માર માર્યો હતો. રામમંદિરમાં તોડફોડ કરી હતી. આ મામલે પીડિત યુવકે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધાવતાં આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ વડોદરામાં આજવા રોડ પરના એકતાનગર મરાઠી મહોલ્લામાં રહેતા અને પૂજા કરતા 19 વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણિયા મંગળવારે સાંજે(20 મે) ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી પૂજા કરતો હતો. તે વખતે મંદિરની પાછળ રહેતો ઇરફાન મોહંમદ શેખ મંદિરની સામે આવી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો.’ તેમ કહી મંદિરમાં ઘૂસી ગયો હતો. મંદિરમાં રહેલા ભગવાન રામના ફોટા નીચે ફેંકી, માળા ખેંચીને ફેકી દીધી હતી.

માતાને પણ માર્યો ધક્કો

મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો. આરતી વગાડવા માટે રાખેલું એમ્પ્લિફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું. ફરિયાદી અક્ષય સરાણિયા તેને રોકવા ગયો તો માર માર્યો હતો. પૂજા કરતાં અક્ષયની માતાને પણ આ ઈરફાને ધક્કો માર્યો હતો.

આરોપી વિધર્મી શખ્સ ઈરફાને ફરિયાદીના પિતા અને મિત્રને પણ મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં બોપાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે પોલીસ ધરપકડ કરવા આવી ત્યારે પણ તેને આતંક મચાવ્યો હતો.

હિંદુ સંગઠનોની કડક કાર્યવાહી કરવા માંગ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિત અનેક સંગઠનોએ આ ઘટનાને ધાર્મિક લાગણીઓ પર હુમલો ગણાવી, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો:

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!