
વડોદરામાં ભાજપ પાર્ટીની શિસ્તા નેવે મૂકાઈ છે. કાર્યલયમાં ઝઘડો થતાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાના શરુઆત થઈ છે. આ દરમિયાન વડોદરા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે બબાલ થતા કાર્યાલયમાં ઉહાપોહ મચી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાનો આક્ષેપ કર્યો હતો.
વડોદરા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે આ માથાકૂટ થઈ છે. વડોદરા શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. આ વાતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ તેમ કહ્યું છે.જ્યારે પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટીએ કહ્યું હતું કે મને નબળો પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.
હર્ષિત તલાટીએ જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવું કહ્યું હોવાના સુનિતા શુક્લએ આક્ષેપ કર્યા હતા. તેનો જવાબ આપતાં સુનીતા શુક્લ બાખડ્યા પડ્યા હતા. સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને કહ્યું કે અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે. જે બાદ ઉગ્ર બોલાચાલી થતાં અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
જો કે હર્ષિત તલાટીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હર્ષિત તલાટીએ કહ્યું, સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું આ ષડયંત્ર છે. હું પ્રમુખ પદનો છું પ્રબળ દાવેદાર એટલે દાગ લગાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
એક તરફ, વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખની વરણીની પ્રક્રિયા તેજ બની છે. ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે. આ વચ્ચે બબાલ થતાં રાજકીય કરમાવો આવી ગયો છે.
આ સમાચાર પણ વાંચોઃ દ્વારકા નજીક ખાનગી બસ પલ્ટીઃ 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ







