Vadodara: 1200 કરોડ વિશ્વામિત્રી નદીમાં વહી ગયા, હવે વડોદરામાં પૂર નહિ આવે?

Vadodara:  વડોદરાની વિશ્વામિત્રી નદીઓ અને તેના કોતરોમાં સરકારી જમીન પર થયેલા દબાણો પૂર દરમિયાન પાણીને અવરોધે છે. લોકોને કરોડોનું નુકસાન પહોંચાડે છે.

અગોરા દિવાલની બાજુમાં રિટેનિંગ વોલ, ભીમનાથ અને સમા-હરણી લિન્કબ્રિજ પાસેના બાંધકામો થઈ ગયા છે.

ભૂખી નદી (જે વિશ્વામિત્રી નદીની ઉપનદી છે) ના પ્રવાહને બદલવાનું કામ ચાલુ જે યોગ્ય નથી. ભૂખીના મૂળ પ્રવાહને પુનર્જીવિત કરવા માટે NGTના આદેશો અનુસાર તેના દબાણો દૂર કરાયા નથી.

વડોદરાનું પૂર નિયંત્રણનું ઐતિહાસિક કાર્ય 100 દિવસના ઓછા સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે. ઘણા વર્ષો સુધી તેનો લાભ વડોદરાના નાગરિકોને મળશે,એવું સરકાર માને છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર ઘટાડવા રૂ. 1200 કરોડ આપેલા છે. 1200 કરોડ ક્યાં છે?

નવલવાલા સમિતિના રૂ. 3300 કરોડના નદી પ્રોજેક્ટની ભલામણ હતી. 3300 કરોડનું કામ પૂર્ણ કરવા 10 વર્ષ લાગે તેમ છે. તેનાથી પૂરમાં 40% ઘટાડો થઈ શકે તેમ છે. એટલે પહેલા માળેથી 10 ફૂટની જગ્યાએ ઘરમાં 4 ફુટ પૂર આવશે.

ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને વિશ્વામિત્રી નદીનું રિસેક્શન, ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગનું ખાડા ખોદી માટી કાઢવાનું કામ લોકોને મૂર્ખ બનાવવાનું છે.

વીએમસીના બજેટ 2025-26માં ગુજરાત રાજ્યના બજેટમાં પૂર નિવારણ માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી નથી.

ભૂતકાળમાં પણ સરકારે સૌથી લાંબા ફ્લાય ઓવર અટલ બ્રિજ માટે 230 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે ફક્ત 76 કરોડ રૂપિયા જ આપ્યા હતા અને બાકીનો ખર્ચ વીએમસીએ ભોગવેલો હતો. આવી નદી પ્રોજેકટમાં નથી ને.

વડોદરામાં મહાનગરપાલિકાને રૂ. 1200 કરોડ અપાયા હોય એવો મંજૂરી પત્ર મળ્યો નથી.

પૂર નિયંત્રણ આટલું જ સરળ હતુ તો 40 વર્ષથી કામ કરવામાં આવ્યું નહીં. ભાજપ નેતાઓ અને ગુજરાત સરકાર 70% વડોદરા ડૂબી જાય તેની રાહ જોઈ રહી હતી?

મહાનગરપાલિકા બોટ, ટ્રેક્ટર, તરાપા ખરીદી રહ્યું છે. 200 તરવૈયાઓને ભાડે રાખી રહ્યું છે.

નદીના નીચેના ભાગમાં જરૂરી ગતિએ કામ થઈ રહ્યું નથી.

કાલાઘોડા પુલ બોટલ નેક છે, જે હજુ પણ નવા ક્રોસ સેક્શન મુજબ પાણી વહેવા નહી દે. નદી તરફ કુદરતી ઢાળ ધરાવે છે.

ભુખી કાંસના રૂટ બદલવાના કામનો લોકોએ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડિયાએ સામે નાગરિકોએ આ કામનો સખત ઉગ્ર વિરોધ કર્યો હતો.
ભૂખી નદી હવે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પુણે દ્વારા 25/5/2021 ના રોજ વિશ્વામિત્રી નદી અને તેના પૂરના મેદાનો અને કોતરો માટે પસાર કરાયેલો આદેશ વડોદરા અને વિશ્વામિત્રી નદી માટે એક ઐતિહાસિક નિર્ણય હતો.

યોજના NGT ના નિર્દેશ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેના આદેશથી રાજ્યના મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય સમિતિ અને રાષ્ટ્રીય સ્તરે જલશક્તિ મંત્રાલયના સચિવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય દેખરેખ સમિતિની રચના કરવી જરૂરી છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેરાત કરેલ છે કે વિશ્વામિત્રી નદી પ્રદૂષિત છે તેમનો ટ્રિબ્યુનલમાંના OA 673351 સમાવેશ કરેલો છે.

એકસન પ્લાનમાં નદીનું ડિમાર્કેશન કરવું, પૂરના ફલડ પ્લેઇન ઝોન રક્ષણ સીમાંકન કરવું. અને ઓછામાં ઓછું પર્યાવરણીય પ્રવાહ જાળવવા સંબંધિત મુદ્દાઓનું કામ કરવાનો છે. ગટર વ્યવસ્થા, કચરાનું વ્યવસ્થાપન, દબાણ અટકાવવા વગેરે જેવા અન્ય પરિણામી અને આકસ્મિક મુદ્દાઓ પણ એકશન પ્લાનમાં દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

નદીના સમગ્ર પૂરગ્રસ્ત વિસ્તારનું ફલડ પ્લેઇન ઝોન સીમાંકન કરવાની જરૂર છે. વધુમાં, વૃક્ષારોપણ અને નદીની સંપૂર્ણ અખંડિતતા જાળવવા માટે પગલાં લેવાની જરૂર છે.

ચુકાદામાં, NGT એ ખાસ નદી પુનઃસ્થાપન યોજના અનુસાર અનધિકૃત બાંધકામો દબાણો દૂર કરવા, પૂરના પૂરના ફલડ પ્લેઇન ઝોન ક્ષેત્ર અને અન્ય કાર્ય બિંદુઓનું સીમાંકન અને રક્ષણ કરવાના પગલાંનો સમાવેશ થાય છે. નદીના પૂરના પૂરના ફલડ પ્લેઇન ઝોન માં ભૂખી નદીનો પણ સમાવેશ થાય છે.

NGT ના આદેશો આપ્યાને લગભગ 4 વર્ષ વીતી ગયા છે, આજ સુધી કોઈ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી નથી કે નદીના પૂરના મેદાની વિસ્તારના સીમાંકન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

વડોદરાના લોકોને મૂર્ખ બનાવવા માટે નદી કિનારાના ઝાડીઓ અને કચરાને સાફ કરવાની નામ ખાતર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આનો કોઈ હેતુ નથી.

ઉપનદીઓ ભુખી કાંસ, માસિયા કાંસ અને રૂપારેલ કાંસ અને વિશ્વમૈત્રી નદીના તળાવો, જળાશયો અને અન્ય કોતરો માટે કંઈ થયુ નથી.

મંગલ પાંડે રોડ નજીક રિટેનિંગ વોલ, સમા સાવલી રોડ પરના દબાણો, અને ભીમનાથ તળાવમાં થયેલા દબાણો દૂર થયા નથી.

 

આ પણ વાંચો

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

 

 

 

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ