Valsad: બાળક અને પત્નીને ઝેર આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

  • Gujarat
  • March 27, 2025
  • 0 Comments

Valsad: વલસાડ જીલ્લામાં બે વર્ષના બાળક અને પત્નીને ઝેર આપી પતિએ પોતે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પાડોશી ઘરનો દરવાજો ખોલીને જોતા પતિએ ગળેફાંસો ખાધો હતો. જ્યારે બાળક અને માતા બેડ પર સૂતેલી હાલતમાં પડ્યા હતા. તેમની તપાસ કરતાં તે મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વલસાડના ઉમરગામના સોળસુંબા ગામમાં એક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. પાડોશીઓએ લાંબા સમય સુધી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો,  જોકે પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. શંકા જતાં પાડોશીઓએ દરવાજો તોડીને અંદર જોયું તો પતિ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલા જોવા મળ્યા હતા. જો કે તેમને પણ ઝેર પીડાવ્યું હોવાનું સામે આવ્યું હતુ. તમામના મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

આપઘાત કરનાર પરિવાર મૂળ યુપીનો

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો શિવમ વિશ્વકર્મા તેની પત્ની આરતી અને બે વર્ષના બાળક સાથે છેલ્લા એક વર્ષથી અહીં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસે અનુમાન લગાવ્યું છે કે શિવમે પત્ની અને બાળકને ઝેર પીડાવ્યા બાદ પોતે ગેળે ફાંસો ખાધો છે. જાણવા મળી રહ્યું છે શિવમ ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી તેણે આપઘાત કર્યો હોઈ શકે છે. અથવા બીજું કારણ પણ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ઇજિપ્તના લાલ સમુદ્રમાં સબમરીન ડૂબી, 6 લોકોના મોત, 29ના જીવ બચ્યા | Tourist Submarine

આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 20 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના