
Valsad Crime: વલસાડ જીલ્લામાં કાકી-ભત્રીજાના સંબંધોને લજવતી અને જઘન્ય ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ પોતાની કાકી પર જ બેવાર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આરોપી ભત્રીજાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યાહી હાથ ધરી છે.
વલસાડ જીલ્લાના કપરાડાના રોહિયાળ જંગલ ગામામાંથી 21 માર્ચે એક મહિલાની સળેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મામલે કપરાડાં પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ અને પૂછપરછમાં ચોકાવનારી હકીકત સામે આવી છે.
પોલીસને શંકા જતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ત્યારે આ મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો ભત્રીજો ભગુ દોધાડ નિકળ્યો હતો. તેણે કબૂલ્યું હતુ કે કાકી પર બેવાર બળાત્કાર ગુજારી ત્યારબાદ હત્યા કરી નાખી હતી. ભત્રીજા મૃતક તાઇબેન કનુભાઈ દોધાડનું ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હતી.
હાલ તો આ મામલે આરોપીની કપરાડા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Kheda: ઠાસરામાં પાણી નહીં અપાય તો ખેડૂત આંદોલન!, 2500 વીઘાના પાકને નુકસાનની ભીતી
આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ
આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી
આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી
આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?








