Bhavnagar ના તળાજામાં નવા આર.સી.સી. રોડ પર વાહનો સ્લીપ થયા, વાયરલ વીડિયોએ ખોલી તંત્રની પોલ

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ આર.સી.સી. રોડ પર વરસાદી માહોલમાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓએ ચકચાર મચાવી છે. ઉચડી ગામે નવા બનેલા આર.સી.સી. રોડની સપાટી અત્યંત લીસી હોવાને કારણે વરસાદમાં બાઇક, ટેમ્પો, રિક્ષા અને બસ જેવાં વાહનો એક પછી એક સ્લીપ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાઓના સી.સી.ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં રોડની ખરાબ ડિઝાઇન અને તંત્રની બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે.નવા બનેલા આર.સી.સી. રોડની સપાટી એટલી લીસી છે કે, વરસાદમાં તેના પર વાહનો નિયંત્રણ ગુમાવી બેસે છે. જેથી આ રોડની ડિઝાઇન અને બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

ભાવનગરના તળાજામાં નવા આર.સી.સી. રોડ પર વાહનો સ્લીપ થયા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાઇકચાલકો અને રિક્ષા ચાલકો રોડ પર સ્લીપ થઈને નીચે પડતા જોવા મળે છે, જ્યારે બસ અને ટેમ્પો જેવાં ભારે વાહનો પણ નિયંત્રણ ગુમાવતા દેખાય છે. આ ઘટનાઓએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. ખાસ કરીને, આ રોડ પરથી રોજિંદા મુસાફરી કરતા લોકો અને ખેડૂતો માટે આ સમસ્યા ગંભીર બની રહી છે.

 રોડ પર તાત્કાલિક સપાટી પર રફ કરવામાં આવે તેવી માંગ

સ્થાનિક લોકોએ તંત્રને આ રોડની સપાટી પર તાત્કાલિક રફ કરવાની માંગ કરી છે, જેથી વાહનોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. ગ્રામજનોએ રોડના બાંધકામમાં થયેલી ગેરરીતિઓની તપાસની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે, નવા રોડનું બાંધકામ થયું ત્યારે યોગ્ય ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી, જેનું પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે.

સ્થાનિક વહીવટી તંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ

આ ઘટનાએ તળાજા અને ગોપનાથ વિસ્તારના રોડની ગુણવત્તા અને સલામતીના મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. સ્થાનિક વહીવટી તંત્ર હજુ સુધી આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાય છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો આવી ઘટનાઓ ગંભીર અકસ્માતોમાં પરિણમી શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તંત્રને આ મુદ્દે ઝડપથી કાર્યવાહી કરવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય અને રોડ પર મુસાફરી સલામત બની રહે.

નીતિન ગોહેલ

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 2 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 6 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 11 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી