
Viral video: હાલ અમેરિકા અને ઈરાન(Iran America)ના વિવાદનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઈરાને અમેરિકી નૌકા અને તેના સૈનિકોને દબોચી લીધા હોય. અમેરિકાના સૈનિકો રડી રહ્યા છે. આ વીડિયોની હાલ ખૂબ વાયરલ થયો છે. ત્યારે જાણો આ ઘટન શું છે?
12 જાન્યુઆરી, 2016ના રોજ, જ્યારે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, ત્યારે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા એક અમેરિકન નૌકાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવી દીધો હતો અને અમેરિકા-ઈરાન સંબંધોમાં નવો વિવાદ જન્માવ્યો હતો. આ ઘટના પર્સિયન ગલ્ફમાં બની હતી, જ્યાં ઈરાનના સૈન્યબળોએ અમેરિકન નૌકાને પોતાના કબજામાં લઈ લીધી હતી.
અમેરિકન નૌસૈનિકોને રંજાડવામાં આવ્યા હતા
12 जनवरी 2016 को, जब बराक ओबामा अमेरिका के राष्ट्रपति थे, ईरान की इस्लामिक रिवॉल्यूशनरी गार्ड कॉर्प्स (IRGC) ने एक अमेरिकी नौसेना की नाव को जब्त कर लिया।
ईरान ने फुटेज जारी की जिसमें अमेरिकी नाविकों को अपमानित होते दिखाया गया।
कुछ सैनिक घुटनों के बल बैठे थे और कुछ ईरानी बलों के… pic.twitter.com/cWq0T7MqkI— I.P. Singh (@IPSinghSp) July 4, 2025
ઈરાને આ ઘટના બાદ એક વીડિયો શેર કર્યો હતો. જે હાલ પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમેરિકન નૌસૈનિકોને અપમાનજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કેટલાક અમેરિકન સૈનિકો ઘૂંટણ પર બેસેલા જોવા મળ્યા હતા, જ્યારે અન્ય કેટલાક ઈરાની સૈન્યબળોની સામે આંસુઓમાં ડૂબેલા દેખાતા હતા. આ દ્રશ્યોએ અમેરિકામાં ભારે વિવાદ અને રોષ ઉભો કર્યો હતો, કારણ કે આ પ્રકારનું વર્તન આંતરરાષ્ટ્રીય નૌકાયન કાયદાઓ અને સૈન્ય નીતિઓનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું. ઈરાને આ ફૂટેજ દ્વારા પોતાની સૈન્ય શક્તિ અને અમેરિકા સામેની આક્રમક નીતિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓબામાએ સૈનિકોને નાણાં ભરી છોડાવ્યા હતા!
આ ઘટનાના માત્ર પાંચ દિવસ બાદ 17 જાન્યુઆરી, 2016ના રોજ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારે ઈરાનને રોકડમાં 400 મિલિયન ડોલરની રકમ મોકલી હતી. આ રકમ ઉપરાંત, અન્ય નાણાકીય વ્યવહારો દ્વારા વધારાના 1.3 બિલિયન ડોલરની ચૂકવણી પણ કરવામાં આવી હતી. આ નાણાકીય વ્યવહારે અમેરિકામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદને જન્મ આપ્યો હતો. ઘણા વિવેચકોએ આ ચૂકવણીને “ખંડણી” (ransom) તરીકે ગણાવી હતી, જે નૌસૈનિકોની મુક્તિના બદલામાં ચૂકવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઓબામા સરકારે નાણાના વ્યવહાર અંગે શું જવાબ આપ્યો હતો
ઓબામા સરકારે આ ચૂકવણીને 1979ની ઈરાની ક્રાંતિ દરમિયાન જપ્ત કરાયેલી અમેરિકન સંપત્તિના બદલામાં ચૂકવણી તરીકે ગણાવી હતી. સરકારનું કહેવું હતું કે આ રકમ ઈરાન સાથેના ઐતિહાસિક નાણાકીય વિવાદના નિરાકરણનો ભાગ હતી. જોકે, આ નિર્ણયની સમયસરતા અને નૌકા અપહરણની ઘટના સાથેનો સંબંધ ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યો હતો.
આ ઘટના અને તેના પગલે થયેલી નાણાકીય ચૂકવણીએ વૈશ્વિક સ્તરે ચર્ચાઓને જન્મ આપ્યો હતો. અમેરિકન રાજકારણીઓ, ખાસ કરીને રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ઓબામા સરકારની આ નીતિની આકરી ટીકા કરી હતી. તેમનું માનવું હતું કે આવા નાણાકીય વ્યવહાર ઈરાન જેવા દેશોને વધુ આક્રમક બનાવવા માટે પ્રોત્સાહન આપી શકે છે. બીજી તરફ, ઈરાને આ ઘટનાને પોતાની કૂટનીતિ અને સૈન્ય શક્તિની જીત તરીકે રજૂ કરી હતી.
આ પણ વાંચોઃ
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!





