
TamilNadu Goods Train fire Viral video: તમિલનાડુના તિરુવલ્લુર પાસે ડીઝલ લઈને જતી એક માલગાડીમાં આગ ભભૂકી ઉઠી છે. આ આગની ઘટના બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે. આગ એટલી ભયાનક છે કે આકાશમાં ફક્ત ધુમાડો જ દેખાય છે. ઘણી ડીઝલ ટાંકીઓમાં આગ લાગી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં, આગ લાગ્યા બાદ, ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
4 ડબ્બામાં આગ
Breaking!🚨
Massive Fire broke out after a Diesel tanker Train derailed near Tiruvallur Railway station in Tamil Nadu
Condition of Infrastructure in India has gone beyond repair, but the Govt is only focused on PR 😵💫 #TrainAccident pic.twitter.com/OXJK1AeUeI
— 🐧 (@DrJain21) July 13, 2025
આજે સવારે તિરુવલ્લુર નજીક એક માલગાડીના ચાર કોચમાં આગ લાગી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ માલગાડી ડીઝલથી ભરેલી હતી અને મનાલીથી તિરુપતિ જઈ રહી હતી. આજે સવારે માલગાડીના ચાર કોચમાં આગ લાગી હતી, બાકીના કોચને તેમનાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે ચેન્નાઈથી નીકળતી અને ચેન્નાઈ તરફ જતી ટ્રેનોના ટ્રાફિકને અસર થઈ છે. હાલમાં રેલવે લાઈન સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી આ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
ઘણી ટ્રેનો રદ કરવી પડી
આગની ઘટના બાદ દક્ષિણ રેલવેએ એલર્ટ જારી કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, દક્ષિણ રેલ્વેએ કહ્યું, “ટ્રેન સેવા ચેતવણી! તિરુવલ્લુર નજીક આગની ઘટનાને કારણે, સલામતીના પગલા તરીકે ઓવરહેડ પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા નવીનતમ અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે.”
- 13 જુલાઈના રોજ સવારે 5.50 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 29697 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – મૈસુર વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરાઈ
- 13 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નં.12007 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – મૈસુર શતાબ્દી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 12675 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – કોઈમ્બતુર કોવાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 13જુલાઈના રોજ સવારે 6.10 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડશે, તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 12243 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – કોઈમ્બતુર શતાબ્દી એક્સપ્રેસ, જે 13 જુલાઈના રોજ સવારે 7.15 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડવાની હતી, તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- 13 જુલાઈના રોજ સવારે 6.25 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૧૬૦૫૭ ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – તિરુપતિ સપ્તગિરિ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- 13 જુલાઈના રોજ સવારે 7.25 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૬૨૫ ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – કેએસઆર બેંગલુરુ ડબલ ડેકર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 12639 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – કેએસઆર બેંગલુરુ વૃંદાવન સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 13 જુલાઈના રોજ સવારે 7.40 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી રવાના થવાની હતી, તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
- ટ્રેન નં. 16003 ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – નાગરસોલ એક્સપ્રેસ જે સવારે 9.15 વાગ્યે ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડશે તે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ | Sivakasi firecracker factory
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!