વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

વડોદરાને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. આ યોજના હેઠળ વડાદરો નજીક આવેલા દેણા ગામ અને સૂર્ય નદીના કિનારે તળાવનું મેયર પિન્કી સોનીએ ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ તળાવ પાંચ હેક્ટર જમીનમાં બનાવવામાં આવશે. આ તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય તેનો પણ પ્લાન બનાવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

પાણીપુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ તળાવ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, પાછલા વર્ષે વિશ્વામિત્ર નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક જીસીબી કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધુ સૂર્યા નદીમાંથી આ બફર તળાવમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેસીબી કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યાં છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનારા 100થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પડેલા ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર ફરીથી વડોદરામાં ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 3 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 3 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’