
Wankaner journalist attack: પત્રકારોની સુરક્ષા હેતુ પત્રકાર સુરક્ષા કાનૂનનું રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવી રહેલા દેશનાં સૌથી મોટા પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મોરબીના વાંકાનેમાં પત્રકાર કેતન ભટ્ટી સાથે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા હુમલા સામે વાંકાનેર પત્રકાર સંઘની લડતને પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનયીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં પણ એક પત્રકાર પર હુમલો કરાયો હતો. આ ઘટનામાં પણ પોલીસે ફરિયાદ નોંધવામાં સમય લગાડ્યો હતો.
ત્યારે પત્રકારો પર થતાં હુમલા એક ચિંતાનો વિષય બન્યો છે. પત્રકારો પર થતાં હુમલા રોકવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા અને રાષ્ટ્રીય સલાહકાર જે.પી.જાડેજાની ટીમ સાથે વાંકાનેર શહેરની મુલાકાત લઈને વાંકાનેર પત્રકાર સંઘના પ્રમુખ ભાટી એન. મહામંત્રી યાકુબભાઈ બાદી, વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ રાઠોડ, મુકેશભાઈ પંડ્યા,સૈફુદિન માથકિયા, અરબાઝ બાદી અને સ્થાનિક પત્રકારોની સાથે રહી સ્થાનિક ધારાસભ્યની જોહુકમીનો ભોગ બનેલા પત્રકાર કેતન ભટ્ટની મુલાકાત લીધી છે. અને પોતાની સાથે હોવાની ખાતરી આપી છે.
વાંકાનેરમાં પત્રકાર સાથે થયેલી બેહુદા વર્તન મામલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મેદાને pic.twitter.com/H7Mob6CwJO
— The Gujarat Report (@TGujarat_Report) April 11, 2025
ગુજરાતમાં દિવસે દિવસે અધિકારીઓ અને નેતાઓની તાનાશાહીનો ભોગ પત્રકારો બની રહ્યા છે, ત્યારે આ બાબતને હવે જરાપણ હળવાશથી લેવામાં આવશે નહિ અને જો સ્થાનિક સ્તરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો રાજ્ય અને દેશમાં આંદોલન કરવાની ચીમકી રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ ઉચ્ચારી છે.
જે. પી. જાડેજા એ તમામ સ્તરે સ્થાનિક પત્રકારોની લડતમાં ABPSS સાથે રહેશે તેવી બાહેંધરી આપી હતી. આ મુદ્દે જો સ્થાનિક સ્તરે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે આવેદન અને આંદોલનનો દૌર શરૂ કરવામાં આવશે તેવું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ
અમદાવાદના ખોખરામાં આગ, લોકોને કાળજું કંપાવી દે તે રીતે રેસ્કયૂ કરાયા | Ahmedabad fire
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
