
Waqf Bill: લોકસભા અને રાજ્યસભમાં વક્ફ બીલ પાસ થઈ જતાં દેશભરમાં હંગામો મચી ગયો છે. દેશમાં ગુજરાત સહિત 8 રાજ્યોમાં મુસ્લીમ સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. મુસ્લીમ સમાજ વક્ફ બોર્ડના વિરોધમાં ઉતર્યો છે. આજે શુક્રવારે યુપી, કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આસામમાં મુસ્લિમ સમુદાય વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યો છે.
ત્યારે અમદાવાદમાં પણ મુસ્લીમ સમુદાય દ્વારા વક્ફ બીલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં મુસ્લિમ સમુદાયના મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર એકત્રિત થયા છે. મુસ્લીમ સમયુદાયે વકફ બિલ પાછું લો, યુસીસીનો અસ્વીકાર કરો.ના નારા લગાવ્યા હતા. મુસ્લીમોએ કાળી પટ્ટી હાથે બાંધી વિરોધ કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે અમદાવદામાં આ વક્ફ બીલનો વિરોધ કરતાં 50 લોકોની અટકાયત કરાઈ હતી.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા. અહીં પણ લોકો વક્ફ બિલને નકારવાની માંગણી સાથે બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વક્ફ બિલના વિરોધમાં લોકોએ પ્લેકાર્ડ સળગાવ્યા હતા.
બિહારમાં પણ જબરજસ્ત વિરોધ
બિહારના જમુઇના રજા નગર ગૌસિયા મસ્જિદમાં પણ જુમાની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર હતા. લોકોને મુખ્યમંત્રી નીતીશ કુમાર, પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંજી, લોજપા (આર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી અને વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવવા ચીમકી ઉચ્ચારી હતી.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નમાજ દરમિયાન બિલનો વિરોધ
શાહજહાંપુર શહેરના ટાઉન હોલ મસ્જિદમાં શુક્રવારની નમાજ પહેલાં વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ભાષણ આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, મસ્જિદની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરાયા હતા. નમાજ પછી મસ્જિદમાંથી બહાર આવેલા ઈદગાહ કમિટીના સેક્રેટરી સૈયદ કાસિમ રઝાએ કહ્યું કે મુસ્લિમો આ બિલને કોઈપણ કિંમતે સ્વીકારશે નહીં. આ બિલ મુસ્લિમો વિરુદ્ધ એક જાણી જોઈને રચેલું કાવતરું છે. જ્યારે JPC ની રચના થઈ ત્યારે 15 લોકો બહાર નીકળી ગયા હતા. કારણ કે તેમાં ઘણી ખામીઓ છે. તેમાં પહેલા પણ ઘણી વખત સુધારા કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે આ સુધારો મુસ્લિમોની વિરુદ્ધ છે. કારણ કે આમાં જિલ્લા મેજિસ્ટ્રેટને અમર્યાદિત સત્તા આપવામાં આવી છે. તેમાં બે અન્ય ધર્મોના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આપણું ભવિષ્ય નક્કી કરશે. જો આ બિલ પાછું નહીં ખેંચાય તો અમે દિલ્હી સુધી તેના માટે લડીશું.
આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!
આપણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission
આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલાએ પોતાની જાતને આગ લગાડી!







