
Waqf: સુપ્રીમ કોર્ટે વકફ સુધારા અધિનિયમ-2025 અંગે દાખલ કરાયેલી 70 વધુ અરજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ હાજર થયા અને આ મામલે સરકારનો પક્ષ રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. CJI સંજીવ ખન્નાએ તેમને 7 દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો અને આગામી આદેશ સુધી વક્ફ બોર્ડમાં કોઈ નિમણૂક કરવા કે ન કરવા કહ્યું.
નવા વકફ કાયદા વિરુદ્ધ 70થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર બુધવારે(16 એપ્રિલ) લગભગ 2 કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ સમય દરમિયાન, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અન્ય વકીલોએ આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી હતી. દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટ વચગાળાનો આદેશ આપવા જઈ રહી હતી, પરંતુ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વચગાળાનો આદેશ આપવાનો વિરોધ કર્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની દલીલો સાંભળ્યા પછી જ સુપ્રીમ કોર્ટને આદેશ આપવા અપીલ કરી હતી. હવે આ કેસની આગામી સુનામી 5 મે, 2025ના રોજ થવાની છે.
લડાઈ ચાલુ રહેશે: ઓવૈસી
વકફ કાયદાની સુનાવણી પર AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘અમે આ કાયદાને ગેરબંધારણીય માનીએ છીએ.’ કોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને સ્ટેટ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવશે નહીં અને ‘વકફ બાય યુઝર’ દૂર કરી શકાશે નહીં. JPC ની ચર્ચા દરમિયાન, મેં સરકાર દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓનો વિરોધ કરતો અહેવાલ આપ્યો અને બિલ પર ચર્ચા દરમિયાન મેં બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. આ કાયદા સામે અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે.
વક્ફના વિરોધમાં હિંસા થતાં 3 લોકોના મોત
વક્ફના વિરોધમાં દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાઈ ગઈ હતી. જેથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
કોર્ટે શું આદેશ આપ્યા?
વક્ફ મિલકતોની સ્થિતિમાં ફેરફાર નહીં
કોર્ટે આદેશ આપ્યો કે હાલની વક્ફ મિલકતો, જેમાં “વક્ફ બાય યુઝર” (લાંબા સમયથી ઉપયોગ દ્વારા વક્ફ તરીકે ઘોષિત)નો સમાવેશ થાય છે, તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે આ મિલકતોને ડી-નોટિફાઈ (વક્ફની યાદીમાંથી દૂર) કરવામાં આવશે નહીં.
વક્ફ બોર્ડ અને કાઉન્સિલમાં નવી નિમણૂકો પર રોક:
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડ્સમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં. આ આદેશ ખાસ કરીને નોન-મુસ્લિમ સભ્યોની નિમણૂક સાથે સંબંધિત છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સમય: કોર્ટે કેન્દ્ર સરકારને અરજીઓના જવાબમાં પોતાનો પ્રાથમિક જવાબ અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. અરજદારોને આ જવાબની સમીક્ષા કરવા અને પોતાનો પ્રતિભાવ આપવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો.
આંશિક સ્ટે
કોર્ટે સંપૂર્ણ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો, પરંતુ ઉપરોક્ત બે મુદ્દાઓ (વક્ફ મિલકતોની સ્થિતિ અને નવી નિમણૂકો) પર આંશિક રોક લગાવી. આ ઉપરાંત, કોર્ટે એ પણ નોંધ્યું કે કાયદામાં કેટલાક સકારાત્મક પાસાં છે, જેના કારણે સંપૂર્ણ સ્ટે યોગ્ય નથી.
આ પણ વાંચોઃ
Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!
Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો
Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf