Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

દિલીપ પટેલ

Water terrorism: ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. પણ પાકિસ્તાર આ સંધીનો ભંગ કરીને ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષથી પાણીનો ત્રાસવાદ કરીને કચ્છમાં પ્રજાની હિજરત કરાવી રહ્યું છે, છતાં મોદી મૌન છે.

વિશ્વ બેંકની મધ્યસ્થિતી બનેલી સિંધુ સંધિ કહે છે કે, કોઈ દેશને નુકસાન થાય એવું કરી શકશે નહીં, પણ પાકિસ્તાન તો ગુજરાતને 40 વર્ષથી નુકસાન કરી રહ્યું છે.

અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી જાહેરાત તત્કાલિન મુખ્ય પ્રધાન મોદીએ કરી હતી. પાકિસ્તાનનું પાણી ગુજરાતને આપવા માંગણી કરી હતી.

પાકિસ્તાન સાથે સિંધુ બેઝીનનો પાણી ફાળવણીનો ગુજરાતનો મહત્ત્વપૂર્ણ મુદ્દો મોદી સરકાર સમક્ષ પડતર છે. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી હતી કે સિંધુના પાણી ગુજરાતને આપો. મોદીએ સિંધુ નદીનું પાણી કચ્છને આપવા માટે રાજરમત રમી હતી. તેમણે મત મેળવ્યા પછી હવે સિંધુ નદી ક્યા અને કચ્છ ક્યાં તે અંગે તેઓ આંખ બંધ કરીને બેસી ગયા છે. આજે પણ કચ્છને સિંધુના પાણી મળી શકે છે.

ભારત-પાક વચ્ચે સહમતી ન સધાતાં આંતરરાષ્ટ્રીય નહેર ન બની શકી. પાકિસ્તાને કચ્છને અન્યાય કર્યો છે એવું નથી ગુજરાત સરકારે પણ પણ અન્યાય કર્યો છે. કચ્છને નર્મદાના સિંચાઇનાં પાણી 25 વર્ષના વિલંબ પછી મળ્યાં છે. તે પણ અધુરા.

સિંધુનાં જળ પર કચ્છનો રાઇપેરિયન રાઇટ – નદીના તટપ્રદેશનો ભાગનો સ્વીકાર થવા છતાં લાભથી વંચિત રહેવું પડયું છે. સિંધુ જળ કરાર અન્વયે સતલુજ-બિયાસના મિલન સ્થાને ભારતમાં હરિકે બેરેજનું નિર્માણ થયું, તેમાંથી ઇન્દિરા નહેર નીકળી, જે સિંચાઈ અને વહાણવટાની રીતે કચ્છના કંડલા મહાબંદર સુધી લઈ આવવાનું નક્કી થયું હતું.

રાજસ્થાન નહેર પ્રોજેક્ટના વડા કંવરસેને તાંત્રિક શક્યતાનો સ્વીકાર કર્યો હતો. રાજસ્થાનનના જેસલમેર, બાડમેર સુધી આવી, પણ ગુજરાત સુધી આવી નહીં.

1964માં રાજસ્થાન સરકારે બેરેજનું પાણી પોતાની જરૂરિયાત સંતોષવા માટે પણ અપૂરતું હોવાની દલીલ સાથે પાણી આપવાનો ઈન્કાર કર્યો. પણ ગજરાતે 0.4 મીલીયન એકર ફીટ પાણી નર્મદાનું 2002માં આપ્યું હતું. જેનાથી કચ્છ માટે વધુ એક સંભાવના રણમાં દફન થઈ ગઈ.

મોદી હવે વડાપ્રધાન છે. તેઓ બધું ભૂલી ગયા છે. મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણીને ગુજરાતમાં લાવવાની હિમાયત કરી હતી.

2003માં વડાપ્રધાન વાજપેયી

વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું  કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

હવે વડાપ્રધાન મોદી કચ્છ માટે મૌન બની ગયા છે. તેઓ કચ્છને સિંધુના પાણી આપવા માટે કંઈ કરવા તૈયાર નથી. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં કચ્છના મહારાવે સિંધ પ્રાંત સાથે સિંધુના પાણી કચ્છમાં લાવવા માટે કરાર કર્યા હતા. જેનો અમલ થઈ શકે તેમ હોવા છતાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હવે ગુજરાતને ન્યાય કરાવવા માટે કંઈ કરવા તૈયાર નથી.

26 સપ્ટેમ્બર 2016માં મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંધુ નદીના પાણીના સમજૂતીને લઈને સમીક્ષા બેઠક 26 સપ્ટેમ્બર 2016માં કરી હતી. આ બેઠકમાં મોદીએ અધિકારીઓને કહ્યું કે લોહી અને પાણી સાથે નથી વહી શકતા. આપણે સમજૂતી પર પુનર્વિચાર કરવા માટે ગંભીર છીએ. અધિકારીઓએ કહ્યુ કે સમજૂતી તોડ્યા વગર પણ ભારત પોતાના ભાગનું પાણી લઈ શકે છે. આપણા ભાગનું 3.6 મિલીયન એકર ફીટ પાકિસ્તાનને આપી રહ્યા છીએ તેને રોકી શકાય છે. તેનાથી 6 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકશે. આ પાણીથી 18000 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન કરી શકાય છે. હાલ 3 હજાર મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થાય છે. તેનાથી જમ્મુ કાશ્મીરમાં વીજળી અને સિંચાઈની સમસ્યા ખતમ થઈ જશે.

કચ્છમાં સિંધુ

વિશ્વ બેંકની મદદથી એક શરત એવી છે કે, કોઈ પણ દેશને મળેલું પાણી એ રીતે વાપરી નહીં શકે કે જેથી કરીને બીજા દેશને નુકસાન કરે.

પાકિસ્તાન કચ્છની સરહદ પર પાણી વાપરે છે એ લીચીંગ પ્રોસેસ માટે વાપરે છે. લીચીંગ પ્રોસેસ એટલે કે ખારી જમીનને મીઠી કરવા માટે મીઠું પાણી છોડે છે. કોન્સેન્ટ્રેશન સલાઈન પાણી માર્ચ એપ્રિલમાં છોડે છે. તે સમયે પવનની દિશા ભારત તરફ હોય છે જેથી પવનના દબાણ અને પ્રવાહથી પાણી ભારતમાં આવે છે.

પાકિસ્તાન કોન્સેન્ટ્રેશન સલાઈન પાણી બીજી કોઈ જગ્યાએ મોકલી શકે તેમ નથી. કુદરતી ઢાળથી પાણી કચ્છના રણ તરફ આવે છે. ત્યાંથી સીરક્રિક પાણી પહોંચે છે. ત્યાંથી જખૌના દરિયામાં જતું રહે છે.

કચ્છના બન્નેનીના 4 ગામો પાકિસ્તાની પાણીના ત્રાસવાદના કારણે હજરત કરી ગયા છે. લયવારા ગામમાં કોઈ વસતી નથી. જ્યાં ખારું પાણી આવતું થયું છે.

સિંધુનું પાણી પાકિસ્તાન દ્વારા ભારતને નુકસાન કરવા વપરાય છે.

વિશ્વ બૅંકે આ કરાર પર બંને દેશો વચ્ચેની વાટાઘાટમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેણે ત્રીજા પક્ષ તરીકે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ કરારનો મુખ્ય હેતુ સિંધુ ખીણની નદીઓના પાણીને બંને દેશો વચ્ચે ન્યાયીક રીતે વહેંચવાનો હતો. ફરાથી સમજૂતી સાથે જો કરાકર થાય તો, ગુજરાતને ફાયદો છે.

પાકના બંધ

પાકિસ્તાને ગુજરાત કચ્છની સરહદે 42 બંધ બનાવી દીધા છે.

નવા બનેલા કાલિદાસ ડેમનું લોકાર્પણ કરવા આવેલા સિંધના મુખ્ય પ્રધાન સિંધના તત્કાલિન મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહએ કહ્યું હવે વરસાદનું પાણી કચ્છના રણમાં નહીં જાય. ત્યારે પાકિસ્તાનના લોકોએ તેમની સામે પર્યાવરણ માટે વિરોધ કર્યો હતો.

કચ્છમાં દરિયાઇ અને રણની સીમા પર પાકિસ્તાનની 5 વર્ષથી લશ્કરી ગતિવિધિ વધારી છે. જેમાં સરહદ પર ખાણ, ડેમો અને ટાપુઓ પર માળખા ઉભા કરી રહ્યું છે. કચ્છની જેમ સિંઘમાં રણ વિસ્તાર છે. જ્યાં પાણીની તંગી છે. 42 ડેમ સિંઘની સરકારે બનાવી દીધા છે. નગરપારકરમાં કાલિદાસ ડેમ બનાવ્યો છે. કારોંજર પર્વતમાળામાંથી આવતું પાણી આ ડેમમાં સંગ્રહ થશે. હિંદુઓની સ્થિતિ દયનિય બની છે. ખાણ લીઝ મંજુર કરવામાં આવી છે, ચીન ભાગીદારી કરી રહ્યું છે.

બંધ
પાકિસ્તાનના સિંઘમાં કોટડી બેરેજ બંધ બનાવેલો છે. તે બંધથી કચ્છમાં નહેર મારફતે પાણી લાવવા માટે સરવે કરાયો હતો. આ બંધમાંથી પાણી આવી શકે તે માટે નહેર બન્ની સુધી બનાવવાની હતી. નહેર 120 કિલો મીટર બનવાની હતી.

પાકિસ્તાનનું ભારતની સરહદ પરનું ગામ કાઢણ પટેજી છે. જે કચ્છનું હાજીપીર છે. ત્યાંથી 35 માઈલ દૂર બંધ છે. આ બંધમાંથી પાણી પાકિસ્તાન આપે તો બન્નીમાં પાણી લાવી શકાય તેમ છે. 2022માં પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિના પગલે વરસાદી પાણી વહીને કચ્છના રણમાં પહોંચ્યું હતું.

જો એવી સમજૂતી થાય કે ભારત ખારું પાણી ચેનલ દ્વાર કોરી ક્રીકમાં નાંખી આપે અને પાકિસ્તાન કોટડી બંધનું પાણી આપે.

આ તમામ હકિકતો નરેન્દ્ર મોદી જાણે છે કારણ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની સમક્ષ કચ્છના પૂર્વ ધારાસભ્ય અને સિંધુ પાણી માટે સતત લડી રહેલા સામાજિક નેતા મહેશ ઠક્કરે કરી હતી. સિંધુના પાણી અને કચ્છ નામના પુસ્તકમાં લખવામાં આવી છે. 1986માં પુસ્તક લખાયું હતું. તે પુસ્તકમાં સિંધુ કરારના તમામ વિગતો આધાર પુરાવા સાથે આપી છે. આ પુસ્તર નરેન્દ્ર મોદીએ લેખક પાસેથી મંગાવેલું હતું.

વાજપેઈ વડાપ્રધાન હતા ત્યારે તેમને આ મુદ્દો પાકિસ્તાન સામે ઉભો કરવા માટે માંગણી કરી હતી. નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે અમારા ગુજરાતનો અધિકાર છે તે પાકિસ્તાન પાસેથી અપાવો. ગુજરાતની માંગણીના આધારે સમિતિની રચના થઈ હતી. જેનો અહેવાલ દિલ્હી સરકારમાં આજે પડેલો છે. પણ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે તેમને ફરીથી કચ્છના ઠક્કરે પત્ર લખીને જાણ કરી હતી કે, હવે તો કચ્છને ન્યાય અપાવો.

2018માં રૂપાણી

ગાંધીનગર ખાતે 6 જુન 2018માં કચ્છના પૂર્વ પૂર્વ ધારાસભ્ય મહેશ ઠક્કરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને 1960ના સિંધુ જળ કરાર ઇસ્ટર્ન રિવર્સનો વિપુલ પાણીનો જથ્થો બાડમેરથી કચ્છ સુધી નેવિગેશન કે ઇરિગેશનના વિકલ્પે મોટા ડાયામીટરની પાઇપ લાઇન દ્વારા કચ્છને પહોંચાડવું શક્ય છે એવી પુરાવ સાથે જરૂઆત કરી હતી.

તેમણે સિંધુ કરારના અમલ માટે કહ્યું હતું કે હવે તો મોસાળે જમણ છે અને માં પિરસનારી છે. તેમના સલાહકાર નવલાવાલા હતા તેમને વિગતો આપવામાં આવી હતી. પણ પછી કંઈ થઈ શક્યું ન હતું.

માનો કે પાકિસ્તાન સાથે સંધી થતી નથી. ઈસ્ટર્ન નદીથી પંજાબમાં બેરેજ બનાવેલો છે. જેમાં ઈંદિરા નહેર દ્વારા જેનું પાણી બાડમેર અને જેસલમેર સુધી આવે છે. નર્મદાનું પાણી બાડમેર સુધી લઈ જવામાં આવે છે તો, ત્યાંથી પાઈપ લાઈન મારફતે કચ્છ સુધી પાણી આવી શકે તેમ છે. કચ્છ સુધી આ પાઈપલાઈ લાવો તો ગુજરાતના 3 જિલ્લાને તેનો ફાયદો થઈ શકે તેમ છે. નરેન્દ્ર મોદીને ત્રણ વખત આ અંગેની નોંધ મોકલવામાં આવી છે.

બેડમેરમાં ઓઈલ રિફાઈનરી લાવવા માટે મોદીના કાયદા પ્રધાન મેઘવાલ કચ્છ આવ્યા હતા અને તેમણે સરવે કરાવીને દરિયાની પટ્ટી ખોદીને કોરી ક્રીકથી બાડેમર સુધી નાના વહાણો જઈ શકે તે માટેનું આયોજન હતું.

ચમીનભાઈ પટેલની સરકાર હતી અને ગુજરાતે વિશ્વ બેંક પાસેથી ધીરણ માંગ્યું ત્યારે વિશ્વ બેંકની તપાસ ટૂકડી કચ્છમાં આવ્યા હતા. મહેશ ઠક્કરને ઉમેદભૂવનમાં મંત્રણા કરી હતી.

વિશ્વ બેંકની મધ્યસ્થિતી જે કરારો થયા હતા તેમાં પાકિસ્તાન ફરી ગયું છે. કારણ કે કચ્છના ખારા રણમાં પાણી છોડવામાં આવે છે તેનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. 1992માં વિશ્વ બેંકની ટૂકડીને કચ્છમાં રજૂઆત કરી હતી કે પાક્સિ્તાન ફરી ગયું છે. અમને ન્યાય અપાવો. ત્યારે વિશ્વ બેંકના પ્રતિનિધિઓએ તેને જીનીવામાં આવવા કહ્યું હતું.

કચ્છમાં સિંધુ વહેતી હતી

તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી ૩૨૦૦ કિ.મી લાંબી સિંધુ નદીએ પાકિસ્તાનની સૌથી લાંબી નદી છે. જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે કચ્છની સરહદ પાસે ભળી જાય છે. તેનો જલ વ્યાપ 4.5 લાખ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. વાર્ષિક 2017  ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે. 20 ફાંટા પૈકી એક ફાંટો કચ્છમાં સિંધુ નદીનો આવતો હતો જે એક સમયે ધરતીકંપ આવતાં જમીન ઊંચી આવી ગઈ અને નદી આવતી બંધ થઈ હતી.

નર્મદાના પાણી

કેવડિયાથી 400 કિલોમીટર દૂર કચ્છમાં નર્મદા બંધનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. પણ નર્મદા નિગમ પોતે કચ્છના અગરીયાઓ પર પાકિસ્તાનની જેમ ત્રાસવાદ ફેલાવે છે. અહીં નર્મદા નહેરમાંથી રણમાં 10 વર્ષથી પાણી છોડી દે છે. જેથી કચ્છની રૂપેણ નદી, પાટડી, બજાણા, ખોડ, અજીતગઢ, માનગઢના વોકળા દ્વારા નર્મદાનું પાણી ઝીંઝુવાડા, ખારાગોઢા અને બોડાના રણમાં છોડે છે. જે બેટમાં ફેરવાય છે. કરોડો રૂપિયાનું મીઠું પકવેલું હોય છે તે નાશ પામે છે. રણની ઇકોલોજી, ઘુડખર અને વન્ય જીવસૃષ્ટિ પર તેની ગંભીર અસર થઈ છે.

આ પણ વાંચોઃ

Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર

Cow population: ભાજપ રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર

Ahmedabad: 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડતી થઈ!

Pahalgam Attack: પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓની સંખ્યા કેટલી હતી? NIAની તપાસમાં ખુલાસો

‘મનની વાત કહેવાથી ભારતનું ભલુ ના થાય, કોઈ આપણને જ ઉડાવી દે’, Dhirendra Shastriએ રક્ષામંત્રીને શું કહ્યું?

MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી નકલી પાણીમાં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 3 views
Delhi: શું PM મોદી નકલી પાણીમાં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 5 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 17 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 23 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC