ભાર વગરનું શિક્ષણ ક્યારે? વડોદરામાં સાત દિવસમાં ચાર વિદ્યાર્થીઓની આત્મહત્યા

  • ભાર વગરનું શિક્ષણ ક્યારે? વડોદરામાં એક વીકમાં ચાર વિદ્યાર્થીઓની આત્મહત્યા

રાજ્યમાં સતત વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં એક પછી એક ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે. તો પાછલા એક દિવસ પહેલા જ વડોદરા શહેરાના વાઘોડીયા વિસ્તારમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં માતા-પિતા ઉપર દુ:ખોનું પહાડ તૂટી પડ્યું છે. વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. હજુ સુધી મોતનું કારણ અકબંધ છે.

તે સિવાય વડોદરામાં માત્ર એક અઠવાડિયામાં અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આમ એક વીકમાં વાલીઓએ પોતાના વ્હાલસોયા ચાર બાળકોને ગુમાવી દીધા છે. ભણતરના ભાર નીચે દબાઈને ભવિષ્ય સુનિશ્ચિત કરવાના ઈરાદાઓ વચ્ચે વિદ્યાર્થીઓના મગજ ઉપર ટેન્શન વધી રહ્યુ છે.

દેશ અને રાજ્યમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ભણતરનો ભાર ઉપાડવા મજબૂર બનેલા છે. સાવ નીચલા ધોરણમાં ભણતાં બાળકોને પણ આપણે બેવડ વળી જાય એટલાં ભારેખમ દફતર પીઠ પર લાદીને શાળાએ જતાં જોઈએ છીએ. છ-આઠ કલાકના શાળા શિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહકાર્ય કે પ્રાઈવેટ કોચિંગ એણે કરવાનું હોય છે.

દફતરનું ભાર તો ઠિક પરંતુ પરીક્ષામાં નાપાસ થવાનો ભાર અને વાલીઓની સમાજમાં ઈજ્જત જવાનો ડર એટલો ભયંકર હોય છે કે કુમળું બાળક પોતાનું જીવ લેતા પણ અચકાતું નથી. સરકારી નોકરીની ગળાકાપ સ્પર્ધાના કારણે ક્યાંકને ક્યાંક ભણતરનું ભાર વધી રહ્યું છે. આ ભાર વાલીઓ પાસેથી તેમના સંતાનોને છીનવી રહ્યું છે. રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા જ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે.

આ પણ વાંચો- ગુજરાત સરકારની કેનાલ બનાવવામાં કામચોરી; રાજ્યના ખેડૂતોને માત્ર દિવાસ્વપ્ન

Related Posts

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ
  • May 6, 2026

Surat SBI Bank Robbery: સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં 27 એપ્રિલ 2026ના રોજ ધોળા દિવસે થયેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પોલીસ કમિશનર…

Continue reading
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય
  • May 6, 2026

By- દિલીપ પટેલ Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 1 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 7 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 7 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 10 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

  • May 6, 2026
  • 11 views
Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો