
સૈફ અલી ખાન પર થયેલા હુમલાને કારણે ચકચાર મચી ગઈ છે. આજે ગુરુવારે રાત્રે ચોરી કરવા આવેલા હુમલાખોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. ચોરના આ હુમલામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સર્જરી હેઠળ છે. હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ તેને શોધી રહી છે. હવે પ્રશ્ન એ છે કે હુમલાખોર કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ઘરમાં કેવી રીતે ઘૂસ્યો?
સૈફનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે. માહિતી મળી રહી છ કે જે હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરનાર શખ્સ નાના દીકરા જહાંગીરના રૂમમાં છુપાયેલો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હુમલાખોર આખી રાત ત્યાં છુપાયો હતો. જહાંગીરની સંભાળ રાખતી નોકરાણીએ હુમલાખોરને સૌથી પહેલા જોયો. જહાંગીરના રૂમમાં નોકરાણીએ હુમલાખોરને જોયો કે તરત જ તે ચીસો પાડવા લાગી. આ પછી ઘરના અન્ય લોકો જાગી ગયા. સૈફ અલી ખાન દોડતો આવ્યો અને હુમલાખોર સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં હુમલાખોરે તેના પર ઉપરાછાપરી 6 ચાકુના ઘા ઝીંકી દીધા હતા.
હાલમાં સૈફ અલી ખાન ખતરામાંથી બહાર છે. સૈફની પત્ની કરીના કપૂર ખાન, પુત્રી સારા અલી ખાન, પુત્ર ઇબ્રાહિમ પણ હોસ્પિટલમાં હાજર છે. પોલીસે જણાવ્યું કે ચોર સૈફ અલી ખાનના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો. તે એકલો હતો. તેણે જ સૈફ અલી ખાન પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. સૈફના હાથ, ગરદન અને પીઠ પર ઈજાના નિશાન છે. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી.
સૈફના સ્વાસ્થ્ય અપડેટ શું છે?
લીલાવતી હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર છ વખત હુમલો થયો હતો. આમાંથી બે ઘા ઊંડા છે જે પાછળના ભાગમાં છે. લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્માનીએ જણાવ્યું કે સૈફને સવારે 3:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈન અને એનેસ્થેટોલોજીસ્ટ ડૉ. નિશા ગાંધીના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ તેમના પર ઓપરેશન કરી રહી છે. ઓપરેશન હાલ પૂર્ણ થવાના આરે છે.
આ પણ વાંચોોઃ બાંગ્લાદેશી યુવક ભારતીય ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ઝડપાયો!