Windmill: જસદણ વીંછીયા વિસ્તારમાં ખેડૂતોનો વિરોધ છતાં બળજબરી પૂરક પવનચક્કીઓ (વિન્ડમિલ) સ્થાપવામાં આવી રહી છે જેની સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે, પવનચક્કીઓના કારણે ગૌચર અને પડતર જમીનોમાં રસ્તા બનાવવા માટે વૃક્ષો કાપવા અને પવનચક્કીઓથી પર્યાવરણ અને રહેઠાણને થતા નુકસાન, તેમજ કંપનીઓ દ્વારા કાયદાઓનો ભંગ થતો હોવાના આરોપો લાગી રહયા છે.100 ગામમાં સરકારી જમીન પર પવનચક્કીઓ (વિન્ડમિલ) નાખવામાં આવી રહી છે જેનો જોરદાર વિરોધ છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અને જનતાની રજુઆત ધ્યાને લેવામાં આવતી નથી.
આ અંગે ત્યાંના સ્થાનિક આગેવાન મુકેશભાઈ રાજપરાએ The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાછતાં કોઈ સાંભળતું નથી.
આખો વિડીયો અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!










