National School: અમદાવાદમાં વધુ એક ધો.10ના વિદ્યાર્થી ઉપર ફિલ્મી ઢબે હુમલો ; હિંસક વેબ સિરીઝે ડાટ વાળ્યો!

  • Gujarat
  • January 19, 2026
  • 0 Comments

National School: આજકાલ લોહિયાળ વેબ સિરીઝ અને ખતરનાક ગેમ તેમજ લોહીથી ખરડાયેલી હિંસક ફિલ્મોની અસર બાળકોના કુમળા માનસ ઉપર કેટલી ઘાતક અસરો કરી રહી છે તે સ્કૂલ-કોલેજમાં થઈ રહેલી મારામારી અને ગુંડારાજ અને ગ્રુપવોર જેવી ઘટનાઓ તેની ગંભીરતા દર્શાવે છે,અમદાવાદમાં હજુ ગયા વર્ષે સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીનું સરા જાહેર સાથી વિદ્યાર્થીએ મર્ડર કર્યું તેનાથી સભ્ય સમાજ ચોંકી ઉઠ્યો કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આવું હિંસક વર્તન કઈ રીતે કરી શકે? સંસ્કારો,સભ્યતા,પ્રામાણિકતાના ગુણો વડીલો અને શાળામાંથી બાળકો શીખતાં હતા અને નરી નિર્દોષતા હતી તે ક્યાં ખોવાઈ ગઈ?

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના મર્ડર થયાની હીંચકારી ઘટનાના પડઘા હજુ શમે તે પહેલાં જ અમદાવાદમાં ફરી  નારણપુરા વિસ્તારમાં સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા નજીક આવેલી નેશનલ સ્કૂલના ગેટ બહાર આજે સવારે ધોરણ 10ના એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો જેના CCTV સામે આવ્યા તે જોઈ સૌ ચોંકી ગયા છે.

આ ઘટનામાં પણ સેવન્થ ડે સ્કૂલ જેવીજ થિયરી સામે આવી છે જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાર મહિના અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો અને તે અદાવતનું વેર રાખી વિદ્યાર્થી ઉપર હુમલો કરાયો હોવાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે જૂની તકરારની અદાવતમાં આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો અને નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા કર્યો હોવાનું કહેવાય છે નેશનલ સ્કૂલના શાળાના ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો અને સારવાર આપવામાં આવી હતી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

મહત્ત્વનું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું હોવાનું કેદ થયું છે સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે ગુંડાઓ જેવી હરકત ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં જોવા મળી છે અત્યંત ચોંકાવનારા આ ગેંગવોરના દૃશ્યો જોઈ ધો.10ના હિંસક બની વિદ્યાર્થીઓ કઈ દિશામાં જઈ રહયા છે તે ચિંતન કરવાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષના તા.19 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી અને ત્યારે રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા હવે 2026ની શરૂઆતમાં જ ફરી અમદાવાદમાં નેશનલ સ્કૂલના ધો.10ના વિદ્યાર્થી ઉપર એક ગ્રુપ તૂટી પડતા શિક્ષણ જગતમાં ફેલાઈ રહેલા ગુંડારાજથી સમાજ વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહયા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Ramol Firecracker Factory Blast: રામોલ બ્લાસ્ટ, મૃતકના પરિવારના ગંભીર આરોપો, પોલીસ પર પણ સવાલ
  • July 19, 2026

Ramol Firecracker Factory Blast: ગઈકાલે રામોલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં નવ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો…

Continue reading
Manjalpur By-election: માંજલપુર પેટાચૂંટણી, ભાજપનો ગઢ અકબંધ રહેશે કે કોંગ્રેસ કરશે ઉલટફેર?
  • July 19, 2026

Manjalpur By-election: ગુજરાતના રાજકીય ક્ષિતિજ પર જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પડઘા પાડી રહી છે, ત્યારે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી એક મહત્વપૂર્ણ કસોટી બનીને સામે આવી છે. ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!