Digital Arrest: સાયબર ક્રાઇમ કરનારા અસલી ઠગો સામે પોલીસ લાચાર ; કમિશન લેનારાઓ જેલમાં સડે છે! જેલોમાં વધ્યા યુવા કેદીઓ

  • Gujarat
  • January 17, 2026
  • 0 Comments

Digital Arrest: સાયબર ક્રાઈમ ઓનલાઈન ઠગાઈના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મુખ્ય આરોપી પકડાતા નથી પણ ખાસ કરીને બૅન્ક ખાતા ધારક અને ખોલાવનાર બન્નેના સરનામા આસાનીથી મળી જતા હોવાથી પોલીસ તેમને જે તે ગુનામાં આરોપી બનાવી જેલમાં ધકેલી દેતી હોવાથી ગુજરાતની જેલોમાં આવા કેદીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં ઓનલાઈન વ્યવહારો વધવાને કારણે, જ્યાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે અને પોલીસ ખાતા ધારકો અથવા ખાતા ખોલાવનારની ધરપકડ કરી રહી છે.

ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ ચાલી રહ્યા છે અને પોતાની ગુપ્ત ઓળખ રાખી જે તે રકમ ઉપર વધુ કમિશન આપવાની લાલચ આપી USDTમાં ફ્રોડના નાણાં બદલી વધુ પૈસા આપતા હોય આવા ફ્રોડના પૈસા કમિશન પેટે લેનારાઓને પોલીસ પકડી રહી છે અને ફ્રોડનો ભોગ બનનારની ફરિયાદના આધારે ફ્રોડ કરનાર ઝડપાતો નથી પણ કથિત કમિશન લેનારો ઝડપાય છે હકીકતમાં મોટાભાગના કમિશન લેનારાઓ ને ખબર નથી હોતી કે આ જે તે ફ્રોડના પૈસા હતા તેથી થર્ડ પાર્ટીમાં તેનું નામ આવી જાય છે.

હકીકતમાં આવા કથિત રીતે કમિશન લેનારા મોટાભાગના યુવાનો આ ધંધાને USDTનો ધંધો સમજતા હોય છે અને એ પણ ખબર હોય છે કે ભારતમાં USDT ગેરકાયદે છે તેથી છાનામાના આ ધંધામાં વધુ કમિશનની લાલચમાં જોડાય છે પણ અંતે મોટા ફ્રોડ કેસમાં તેને સંડોવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે પણ અસલી અદ્રશ્ય ખેલાડીઓ જ્યાં સુધી નહિ પકડાય ત્યાં સુધી આ બધું ચાલતું રહશે કારણ કે ફ્રોડ કરનારા સારી રીતે જાણે છે કે જે ગેમ તેઓ રમી રહયા છે તેમાં જેની સાથે ફ્રોડ થશે તે રકમ તેઓ USDTમાં કન્વર્ટ કરી લેવાના છે અને પછી તેજ રકમ વ્હાઇટ કરી લઈ ફ્રોડની રકમ ઉપર વધુ કમિશન આપી કમિશન વાળા લોકોના ખાતામાં નાખી પોતે અદ્રશ્ય થઈ જવાના છે જે પકડાશે તે કમિશનની લાલચ વાળા પકડાશે અને તેઓ ઉપર કેસ ચાલશે.

આમ,હાલમાં નજીવા કમિશન લેવાની લ્હાયમાં અનેક યુવાનોની કારકિર્દી પુરી થઈ ગઈ છે અને ફ્રોડ કેસમાં તેઓને એરેસ્ટ કરવામાં આવી રહયા છે અહીં એક ઉદાહરણ આપવામાં આવે તો માનીલો કે કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું અને ઠગે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકેની આપી તેના અકાઉન્ટની ડિટેઇલ મેળવી તેના લાખ્ખો રૂપિયા લૂંટી લીધા હવે જ્યારે ઓન લાઈન લૂંટનો ભોગ બનનારને ખબર પડે કે પોતે છેતરપીંડીનો ભોગ બન્યો છે એટલે અમુક સમય બાદ પોલીસ ફરિયાદ કરે છે ત્યારબાદ પોલીસ તપાસ કરે છે કે ઠગે ક્યા ક્યા ખાતાઓમાં પૈસા લઈ લીધા અને ત્યારબાદ તે પૈસા તેણે ક્યા ક્યા ખાતાઓમાં નાખ્યા.

આ તપાસ બાદ જ અસલી ખેલ ચાલુ થાય છે જેમાં બીજા કે ત્રીજા લેયરમાં પૈસા આવે છે તે ખાતાની ડિટેઇલ બેંકમાં ઇઝીલી મળી જતી હોવાથી પોલીસ તેને પકડે છે ત્યારે તે ખાતા વાળો એમ કહે છે કે મને માત્ર કમિશન મળ્યું છે અથવા તે મારુ ખાતું બીજો વાપરતો હતો તે પણ કમિશન લેતો હતો.

હવે આ કમિશન વાળા ઝડપાઇ જાય તેને પોલીસ ઊંચકી લે છે અને તેમને ડિજિટલ એરેસ્ટના ગૂના ના આરોપી બનાવી જેલમાં ધકેલી દે છે હવે જેણે લાખ્ખો રૂપિયા ગુમાવ્યા તે ભોગ બનનાર ફરિયાદી પણ આ કમિશન વાળાને ઓળખતો હોતો નથી કે નથી કમિશન લેનારો ફરિયાદીને ઓળખતો હોય છે આ બન્ને એકબીજાને ઓળખતા નહિ હોવાછતાં આરોપી કમિશન વાળો બની જાત છે.

હકીકતમાં જેની સાથે લાખ્ખોનું ફ્રોડ થયું તે ફરિયાદી નકલી પોલીસ અધિકારી બનેલા ઠગને જ ઓન લાઈન તેનો ચહેરો જોયો હોય તેને તે રીતે ઓળખતો હોય છે પણ જેણે પોતાની સાથે ખરેખર ઠગાઈ કરી હોય છે તે પોલીસની વરદી પહેરી ઠગાઈ કરનારો ઠગ પકડાતો નથી ત્યારે ફરિયાદી નિરાશ થઈ જાય છે તેને કમિશનથી નાણાં લેનાર સાથે મતલબ હોતો નથી કારણ કે જે રકમ આવી તે રકમનું તેને કમિશન મળ્યું હોય છે અને વ્હાઇટ રકમ કરવા ઠગે તેને જે તે રકમ ઉપર USDTમાં માત્ર કમિશન આપ્યું હોય છે કારણ કે તે આખી રકમ ઠગે આપી હોતી નથી તેથી ફરિયાદીની રકમનું કરી નાંખનારો બિન્દાસ રહે છે,ખરેખર તો નકલી પોલીસ અધિકારી બનનારને પોલીસે પકડી તેનું સરઘસ કાઢવું જોઈએ અને રકમ રિકવર કરી જેના ગયા તેને પરત કરાવવા જોઈએ પણ બેંકની આસન ડિટેઇલના આધારે કથિત કમિશનવાળો પકડવાથી કઈ થવાનું નથી.

આવું મોટાભાગના કેસોમાં થઈ રહ્યું છે અને USDTના ચક્કરમાં આવા ગંભીર કેસના આરોપીઓ કમિશન વાળા યુવાઓ બની રહયા છે અને જેલો ઉભરાઈ રહી છે આવા યુવાઓ કમિશન લેવાના ગુનામાં હોવાછતાં ફ્રોડ કેસમાં જામીન મળવા મુશ્કેલ બની જતા જેલો ઉભરાઈ રહી છે જે સત્ય હકીકત છે ત્યારે ખરેખર ફ્રોડ કરનારા અસલ ઠગો જ્યારે પાંજરે પુરાશે ત્યારે જ કમિયાબી ગણાશે નહિતર કમિશન લેનારા જેલભેગા થતા રહેશે તે આજની કડવી વાસ્તવક્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડી હાલમાં ગંભીર ચિંતાનો વિષય બની છે. આ ગુનાઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સામે એક મોટો પડકાર ઉભો થયો છે
આમ,સાયબર ક્રાઇમ સતત વધી રહ્યો છે અને ટેકનોલોજીનો દુરુપયોગ કરી સ્માર્ટ ગુનેગારો પહેલા કરતા વધુ સક્ષમ બની રહયા છે અને નકલી પોલીસ અધિકારીઓ બની લૂંટ મચાવી રહયા છે પણ તે અસલી ગુનેગારો પકડાતા નથી અને ફ્રોડના USDTમાં વધુ કમિશનની લ્હાયમાં યુવાનો ઝડપાઈ રહયા છે ત્યારે ખરેખરતો આવું કમિશન લેનારા યુવા વર્ગમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી USDT લે વેચ માટે કડક કાયદો લાવવો જરૂરી છે તોજ ફ્રોડના નાણાંના USDT લેવાનું બંધ થશે અને અદ્રશ્ય ઠગો ઉપર કાબુ આવી શકશે ઉપરાંત બેંકમાં અગાઉથી જ આવા વહીવટ ઉપર રોક લગાવવા કડક નિયમો અમલમાં આવે તે જરૂરી છે.

હાલમાં ડિજિટલ અરેસ્ટના નામે મોટાપાયે થતી છેતરપિંડીમાં સાયબર ક્રાઈમની દુનિયાનું એક ચોંકાવનારું સત્ય સામે આવ્યુ છે કે મુખ્ય સૂત્રધારો બચી જાય છે અને સામાન્ય યુવાનો જેલમાં ધકેલાઈ રહ્યા છે.

‘ડિજિટલ અરેસ્ટ’ જેવી જટિલ છેતરપિંડી આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ મોટે ભાગે વિદેશ (જેમ કે કંબોડિયા, વિયેતનામ કે દુબઈ,નેપાળ,ચાઇના) થી નેટવર્ક ચલાવતા હોય છે આવા ઠગો અત્યંત સુરક્ષિત સર્વર અને પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરે છે, જેના કારણે પોલીસ તેમના સુધી પહોંચવામાં લાચાર બને છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આ દિશામાં કામગીરી થઈ રહી છે, છતાં મુખ્ય ગુનેગારો પકડાતા નથી.

આવા કેસમાં જ્યારે પોલીસ તપાસ શરૂ થાય ત્યારે સૌથી પહેલા બેંક ખાતા ધારકો અને તેની સાથેના પકડાય છે,પરિણામે ગુજરાત સહિત દેશની જેલોમાં ભણેલા-ગણેલા યુવાનોની સંખ્યા વધી રહી છે જેઓ માત્ર કમિશન લેવા જતા ભેરવાયા છે.

સાયબર ગુનામાં નામ આવ્યા પછી આ યુવાનોની કારકિર્દી અને તેઓના ઘરની આર્થિક સ્થિતિ ખતમ થઈ જાય છે, જ્યારે અસલી ઠગો નવા શિકાર અને નવા બેંક ખાતા શોધીને પોતાનો કાળો કારોબાર ચાલુ રાખે છે જે સત્ય વાસ્તવિક અને આજની ગંભીર કહી શકાય તેવી સ્થિતિ છે જે અંગે ગૃહ વિભાગ દ્વારા આ મામલે કોઇ નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જે ખરેખર મુખ્ય સૂત્રધારો છે કે જેઓ પોલીસ અધિકારી બનીને કરોડોનું કરી નાખે છે, તેવાને શોધી કાઢી જેલમાં નાખવા માંગ ઉઠી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે