
વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે AI ના જેટલા ફયદા છે તેટલાં ગેરફાયદા પણ છે. હાલ AIના કારણે લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે કંપનીને જે કામ જોઈએ છે તે AI દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. આ એક ગંભીર વિષય બન્યો છે.
એમોઝોન કંપનીએ 30 હજાર લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો છે કે આવનારા 2થી 5 વર્ષમાં એમેઝોન 6 લાખ નોકરીએ ઓછી કરી શકે છે. તેની જગ્યાએ રોબોર્ટ્સને કામ લગાડી શકે છે.
આ છટણી પ્રક્રિયા મંગળવાર, 28 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે. 2022 પછી એમેઝોનમાં આ સૌથી મોટી કર્મચારીઓની છટણી છે. કંપનીનું કહેવું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની ભરતી વધુ કરી છે. હવે, તે સ્ટાફ ઘટાડીને આને સંતુલિત કરવા માંગે છે. એમેઝોનના આ નિર્ણયથી તેના ઉપકરણો, માનવ સંસાધન અને સેવાઓ અને ઓપરેશન્સ વિભાગો સહિત અનેક વિભાગો પર અસર પડી શકે છે.
એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જાહેરમાં જણાવ્યું છે કે AI અને કૃત્રિમ બુધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. જેથી નોકરીઓમાં વધુ ઘટાડો થઈ શકે છે. વિશ્લેષકો એમ પણ માને છે કે AI કંપનીના મોટા પાયે કોર્પોરેટ કર્મચારીઓની છટણીનું કારણ બની રહ્યું છે.
એમેઝોને 2022માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા
ઉલ્લેખનીય છે કે એમેઝોને 2022 માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો માટે નોકરીનું સંકટ સર્જાશે.
જુઓ વીડિયોમાં વધુ ચર્ચા









