શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લવાશે? | Tahawwur Rana Extradition

  • World
  • April 9, 2025
  • 1 Comments

Tahawwur Rana Extradition: : 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવી શકાય છે. ભારતને આ મામલે મોટી સફળતા મળવાની અપેક્ષા છે. રાણાના પ્રત્યાર્પણ માટે  ભારતની ઘણી એજન્સીઓની ટીમો હાલમાં અમેરિકામાં હાજર છે અને પ્રક્રિયા પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તેના પર 2008ના મુંબઈ હુમલામાં સંડોવણીનો આરોપ છે, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારત લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. ત્યારે આજે રાણાને આજે ભારતમાં લાવી શકાય છે.

તહવ્વુર હુસૈન ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. રાણાને ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી માનવામાં આવે છે. હુમલા પહેલા તહવ્વુર અને હેડલી વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. ડેવિડ કોલમેન હેડલીએ યુએસ તપાસ એજન્સીઓને આપેલા નિવેદનમાં તહવ્વુરનું નામ લીધું હતું. ડેવિડ કોલમેન હેડલી એ આતંકવાદી છે જે હુમલા પહેલા મુંબઈ આવ્યો હતો અને તાજ હોટેલ, ચાબડ હાઉસ, લિયોપોલ્ડ કાફે સહિત મુંબઈના ઘણા મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરી હતી. બાદમાં, ISI અને પાકિસ્તાની સેના દ્વારા તાલીમ પામેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈમાં તાજ હોટેલ, બાર, રેસ્ટોરન્ટ અને છાબડ હાઉસ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. જેમાં પાછળ રાણાનો હાથ હતો.

તહવ્વુર હેડલીને ઘણી વખત મળ્યો હતો

તહવ્વુર ડેવિડ હેડલીને ઘણી વખત મળ્યો હતો. તહવ્વુરે હેડલી માટે નકલી વિઝા બનાવ્યા હતા. આતંકવાદી ડેવિડ હેડલીને નકલી વિઝા આપવામાં આવ્યા હતા જેથી તે ભારતમાં નકલી ધંધો ચલાવી શકે, પરંતુ તેનો ખરો હેતુ હુમલા પહેલા રેકી કરવાનો હતો. તેહવુરને મુંબઈમાં શું થવાનું છે તે ખૂબ સારી રીતે ખબર હતી.

ભારતમાં તહવ્વુર વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, રાણા 26 નવેમ્બરના રોજ થયેલા હુમલા પહેલા બે દિવસ માટે મુંબઈના પવઈમાં એક હોટલ (રેનેસાં) માં રોકાયો હતો. તહવ્વુર રાણા 11 નવેમ્બર 2008 ના રોજ ભારત આવ્યો અને 21 નવેમ્બર સુધી ભારતમાં રહ્યો. આ સમય દરમિયાન, તે બે દિવસ પવઈની એક હોટલમાં રહ્યો હતો.

26/11 ના આતંકવાદી હુમલાનું કાવતરું ઘડાયું હતું

તહવ્વુર જ હતો જેણે પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પ્રવાસી વિઝા મેળવવામાં મદદ કરી હતી. મુંબઈ હુમલાના આયોજન દરમિયાન હેડલી અને રાણા વચ્ચે થયેલી ઈમેલ વાતચીત પણ એજન્સીને મળી હતી. તહવ્વુર અને હેડલી વચ્ચે ઈમેલ દ્વારા વાતચીત થઈ હતી જેમાં હેડલીએ પાકિસ્તાની આર્મી (ISI) ના મેજર ઈકબાલનું ઈમેલ આઈડી માંગ્યું હતું. મેજર ઇકબાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા છે. કારણ કે 26/11 ના આતંકવાદી હુમલા પાછળ ISI નું કાવતરું હતું. ભારતીય એજન્સીઓ દ્વારા તહવ્વુર અને કોલમેન હેડલી સાથે મેજર ઇકબાલ પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. મુંબઈ હુમલાના આરોપી અને વોન્ટેડ ભારતીય તહવ્વુર રાણા, જે પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે સેવા આપી ચૂક્યો છે, તે હાલમાં લોસ એન્જલસ જેલમાં બંધ છે.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad

આ પણ વાંચોઃ Navsari: નદીમાં 4 મહિલા સહિત 1 પુરુષ ડૂબ્યો, 2નાં મોત

આ પણ વાંચોઃ તાલલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnath

આ પણ વાંચોઃ તાલાલામાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગંગદેવએ દારૂ પીને દંગલ કર્યું, અંતે ધરપકડ | Gir Somnat

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US
  • October 28, 2025

ડોનાલ્ટ ટ્રમ્પના રશિયા( Russia )પાસેથી તેલ નહિ ખરીદવા અને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીની અસર હવે દેખાઈ રહી છે અને તાકાતવર ગણાતા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ઓઈલ સામ્રાજ્યને મોટો ફટકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!