
Yuzvendra Chahal and R.J. Mahwash: ધનશ્રીથી છૂટાછેડા બાદ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એક તરફ તેની વ્યાવસાયિક કારકિર્દી પાછી પાટા પર આવી ગઈ છે. તેવા સમયે હવે તેનો નવો પ્રેમ પાંગરી રહ્યો છે. જેથી તે હેડલાઇન્સમાં છે. એવી અફવાઓ છે કે યુઝવેન્દ્ર ચહલ આર.જે. માહવાશને ડેટ કરી રહ્યો છે. આરજે માહવાશે તેના પ્રેમસંબંધને વેગ આપતો વીડિયો શેર કર્યો છે. હવે આર.જે.એ એવી પોસ્ટ કરી જેના પછી ચાહકો માને છે કે આ પોસ્ટ ધનશ્રી વર્માને ટોળો મારવા માટે છે.
આર.જે. મહવાશ વિશે એવી અફવાઓ છે કે તે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ડેટ કરી રહી છે. તાજેતરમાં તેણે તેની નવીનતમ ઇન્સ્ટાગ્રામ રીલથી ફરી એકવાર અટકળોને વેગ આપ્યો છે. દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચહલ સાથે આ રેડિયો વ્યક્તિત્વ જોવા મળ્યું હતું. તેણે તાજેતરમાં એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે
‘મારા જીવનમાં આવશે, તો ફક્ત એક જ’
View this post on Instagram
વીડિયોમાં, મહવશ રહસ્યમય રીતે કહે છે, ‘જો કોઈ છોકરો મારા જીવનમાં આવશે, તો તે ફક્ત એક જ હશે… તે મારો મિત્ર હશે, તે મારો બોયફ્રેન્ડ હશે, તે મારો પતિ હશે… મારું જીવન તેની આસપાસ ફરવા લાગે છે, મને નકલી લોકોની જરૂર નથી’ તેણીએ રીલ પર કેપ્શન આપ્યું, ‘બસ એક જ હશે’.
યુઝવેન્દ્ર ચહલે છૂટાછેડા લીધા!
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 20 માર્ચ, 2025ના રોજ છૂટાછેડા લીધા હતા. આ તારીખે બાંદ્રાની ફેમિલી કોર્ટે તેમની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી, જે પછી બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર નિર્ણય લેવામાં આવ્યો હતો. બંનેએ 5 ફેબ્રુઆરી, 2025ના રોજ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી, અને અઢી વર્ષથી અલગ રહેતા હોવાને કારણે કોર્ટે 6 મહિનાની રાહ જોયા વગર ત્વરિત છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી.
આ પણ વાંચોઃ ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|
આ પણ વાંચોઃ યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property
આ પણ વાંચોઃ Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral