
રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપાયો છે. રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી કરી આ જથ્થો ઝડપી પાડ્યોછે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ઘણી જગ્યાએ વાશી ખાદ્ય પદાર્થો વેચતો હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ધ્યાને આવ્યું હતુ. ત્યારે આજે ફૂડ વિભાગ દ્વારા શહેરની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ભગવતીપરા વિસ્તારમાં ડી કે ગૃહ ઉદ્યોગમાં તપાસ કરાઈ હતી. જ્યાથી 175 કિલો અખાદ્ય અને વાશી ફ્રેમ્સનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે.
સાથે જ શહેરના વિવિધ વિસ્તારોની દુકાનોમાં તપાસ હાથ ધરી 12 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ચકાસણી અર્થે મોકલ્યા છે. તેમજ 9 વેપારીઓને લાઇન્સસ મામલે નોટિસ આપવામાં આવી છે.
અહીંથી લેવાયા નમૂના
કાલાવાડ રોડ સ્થિત પ્રેમવતીમાંથી મોહનથાળ, મગજ લાડુ લુઝ, તેમજ ઢેબર રોડ ઉપર આવેલા સ્વામી પ્રસદમ માંથી મગજ લાડુ, અડદિયાના નમૂના લેવામાં આવ્યા છે.