Share Market Crash: શેરમાર્કેટ પાતાળ લોકની યાત્રા પર; સાહેબ સિંહ માર્કેટમાં વ્યસ્ત

  • Others
  • March 3, 2025
  • 0 Comments

Share Market Crash: માર્કેટ ફરીથી ઊંધા માથે; જાણો કયા સેક્ટરમાં સૌથી વધારે હાહાકાર…

Share Market Crash: અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (3 માર્ચ), સેન્સેક્સ −216.31 પોઈન્ટના ઘટાડા સાથે 72,981.79 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ -72.15 પોઈન્ટ ઘટીને 22,052.55 ના સ્તરે આવી છે. શેરબજારમાં કડાકાના પગલે સૌથી વધુ નુકસાન સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ વધુ 1000 પોઈન્ટ તૂટ્યો છે. ભારતીય શેરમાર્કેટ પાતાળ લોક ભણી પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. પરંતુ આ બધી સમસ્યાઓ વચ્ચે સાહેબ ગિર નેશનલ પાર્કમા સિંહોના ફોટો પાડવામાં વ્યસ્ત છે. ખેર, આપણે તો જોઈ લઈએ કે, આજે શેરમાર્કેટના ક્યાં શેરની શું સ્થિતિ છે.

સેન્સેક્સ ઉછાળા સાથે ખૂલ્યા બાદ 451.62 પોઈન્ટ સુધર્યો હતો. જો કે, બાદમાં 401.06 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. 10.40 વાગ્યે સેન્સેક્સ 198 પોઈન્ટના કડાકે 73000.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સવારે સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યો અને 73,649 ની ઊંચી સપાટી બનાવી હતી. તેનો અર્થ એ કે બજાર તેના ઉપલા સ્તરથી લગભગ 800 પોઈન્ટ ઘટ્યું છે. સૌથી મોટો ઘટાડો સરકારી બેંકોના શેરમાં જોવા મળ્યો છે.

નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.50% ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. મીડિયા ઇન્ડેક્સમાં પણ લગભગ એટલી જ માત્રામાં ઘટાડો થયો છે. જોકે, ઓટો અને આઇટી સૂચકાંકો 0.50% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

વૈશ્વિક બજારોમાં 1% થી વધુનો ઉછાળો

એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને હોંગકોંગના હેંગ સેંગમાં 1% થી વધુનો વધારો થયો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ લગભગ 0.50% વધીને ટ્રેડ થઈ રહ્યો છે.

28 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII)એ 11,639 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ 12,308 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકન બજારોમાં પણ વધારો જોવા મળ્યો. ડાઉ જોન્સ 1.39% ના વધારા સાથે 43,840 પર બંધ થયો, જ્યારે S&P 500માં 1.59% અને નાસ્ડેક કમ્પોઝિટ 1.63% વધ્યા છે.

શુક્રવારે સેન્સેક્સ 1,414 પોઈન્ટ ઘટ્યો

શુક્રવારે (28 ફેબ્રુઆરી) સેન્સેક્સ 1,414 પોઈન્ટ (1.90%) ઘટીને 73,198 પર બંધ થયો. નિફ્ટી પણ 420 પોઈન્ટ (1.86%) ના ઘટાડા સાથે 22,124 પર બંધ થયો.

બીએસઈ સ્મોલ-કેપ 1,028 પોઈન્ટ (2.33%) ઘટીને043,082 પર બંધ થયો, જ્યારે મિડ-કેપ 853 પોઈન્ટ (2.16%) ઘટીને 38,592 પર બંધ થયો.

સેન્સેક્સના 30 માંથી 29 શેર ઘટ્યા હતા, જ્યારે ફક્ત એક (HDFC બેંક)માં વધારો નોંધાયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેરોમાં ઘટાડો થયો, જ્યારે માત્ર 5 શેરોમાં વધારો જોવા મળ્યો.

આ પણ વાંચો-Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ

Related Posts

Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
  • March 25, 2025

Solar eclipse: 29મી માર્ચ અને શનિવારના રોજ ખંડગ્રાસનો સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ…

Continue reading
છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માફ કરી દીધા: સરકાર
  • March 18, 2025

છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માફ કરી દીધા: સરકાર કેન્દ્રની મોદી સરકારની આગેવાનીમાં પાછલા દસ વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્રને ખુબ જ મોટી રાહત આપવામાં આવી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના