મોદી સાહેબની ફોટોગ્રાફી સારી નથી!? એમણે પાડેલાં ફોટોગ્રાફ્સ ક્યાં છે? |PM modi photography

  • Others
  • March 3, 2025
  • 0 Comments

મેહૂલ વ્યાસ

PM modi photography: આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, અનેક કલાઓમાં પરાંગત છે એવું છાસવારે સાંભળવા મળે છે. ભગવાન કૃષ્ણ 64 કલાઓમાં પારંગત હતાં એવું કહેવાય છે. પણ, ભક્તોને તો લાગતું હશે કે મોદીસાહેબ 164 કલાઓમાં પારંગત છે. પણ, અહીં વોટ્સએપ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરનારા ભક્તો માટે સ્પષ્ટતા કરી દઉં કે, ભારતીય શાસ્ત્રો પ્રમાણે કલાઓ કુલ 64 જ છે. માટે તમારા મહામાનવ પાસે 64થી વધારે કલા ના હોઈ શકે.

આજે મોદીસાહેબે ગુજરાતના સાસણમાં સિંહ દર્શન કર્યા… પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ પહેરે તેવી કોટી સહિતનો પરફેક્ટ પહેરવેશ, માથે હેટ અને હાથમાં મોંઘાભાવનો કેમેરો લઈને મોદી સાહેબ સિંહોના ફોટો પાડવા નિકળ્યાં હતાં.

સાહેબે આવું કંઈ પહેલીવાર નથી કર્યું… અગાઉ મને યાદ છે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા હતાં ત્યારે નામિબિયાના ચિત્તાઓને નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા ત્યારે પણ તેમણે આવો લૂક ધારણ કર્યો હતો અને ફોટોગ્રાફીનો આનંદ માણ્યો હતો.

આજે સિંહ દર્શન કરતાં કરતાં ફોટો પાડી રહેલાં મોદીસાહેબના ફોટોગ્રાફ્સ જોતાં મારા ધ્યાનમાં આવ્યું કે, આ ફોટોગ્રાફ્સ તો આપણાં “તસવીર-પ્રેમી” પીએમના કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડ્યા છે એ મિડિયા સુધી પહોંચાડાયા છે. મોદીસાહેબે પોતે – જાતે પોતાના હાથમાં રહેલાં મોંઘા કેમેરાથી પાડેલી તસવીરો તો દેખાતી નથી.

કદાચ મોદીસાહેબે પોતે જાતે પાડેલો ફોટો મિડીયાને મોકલાયો હોત તો એમાં મોટા બોલ્ડ અક્ષરથી લખાયેલું હોત… ફોટો બાય નરેન્દ્ર મોદી… કારણ કે, સાહેબનું પી.આર. આવી ભુલ કરી જ ના શકે. એમને આવી ભુલ કરવાની પરમીશન જ નથી.

પણ, પછી મેં ગુગલ ફંફોસી નાંખ્યું કે ક્યાંક મોદી સાહેબે પાડેલાં ફોટોગ્રાફ્સ મળી જાય છે? બહુ ખાંખાખોળા કર્યા પણ ક્યાંય મોદીસાહેબે કૂનો નેશનલ પાર્કમાં પાડેલાં કે અન્ય ક્યાંક પોતે પાડેલાં ફોટોગ્રાફ્સ મળતાં નથી.

શું મોદીસાહેબને પોતાની ફોટોગ્રાફી પર ભરોસો નથી? શું એમણે પાડેલાં ફોટોગ્રાફ્સમાં કંઈ મઝા નથી? શું એમની ફોટોગ્રાફી સારી નથી? તેઓ ખાલી ફોટોગ્રાફરનો વેશધારણ કરીને મિડીયાના મંચ પર છવાઈ જાય છે? કે પછી મોદીસાહેબ કેમેરાની બેટરી અને મેમરી કાર્ડનો ખર્ચો બચાવીને કરકસર કરે છે, માટે એમના હાથમાં માત્ર દેખાડા પૂરતો જ કેમેરો હોય છે? તમને શું લાગે છે… કોમેન્ટ કરીને જણાવો…

આ પણ વાંચોઃ 22 વર્ષિય કોંગ્રેસ મહિલા નેતાનો હત્યારો ઝડપાયો, કહ્યું હું તેનો બોયફ્રેન્ડ! માતાએ પાર્ટી પર લગાવ્યા આરોપ?|Himani Narwal Murder Case

આ પણ વાંચોઃ Anand: રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાચાલક અને વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ

Related Posts

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
  • April 22, 2026

“વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

Continue reading
Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
  • April 19, 2026

—–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી