ગુજરાત વિધાનસભાનું LIVE કરવા અમિત ચાવડાનું વિરોધ પ્રદર્શન, જનતા પૂછે છે વિધાનસભામાં શું ચાલે છે?’|Gujarat Assembly Live

Gujarat Assembly Live: ભારતના 28 રાજ્યોમાં વિધાનસભમાં થતી કાર્યવાહીનું જીવંત પ્રસાણરણ થાય છે. જો કે ગુજરાતમાં જીવંત પ્રસારણ થતું નથી. જેથી ગુજરાત વિધાનસાની કાર્યવાહીનું લાઈવ કરવા વિપક્ષના નેતાઓએ માંગ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિપક્ષી નેતાઓ સાથે વિધાનસભા ગૃહ પરિસરમાં પોસ્ટર સાથે વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવા માંગ કરી છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને પણ રજૂઆત કરી છે.

આજે અમિત ચાવડા સાથે અન્ય વિપક્ષી નેતાએ ગુજરાત વિધાનસભની પ્રક્રિયાનું લાઈવ ન કરતાં વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષ ઘણા સમયથી ગુજરાત વિધાનસભાનું લાઈવ થાય તેવી માંગ કરી રહ્યો છે. ત્યારે હવે વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષે પોસ્ટરો સાથે લાઈવ કરવા માંગ કરી છે. પોસ્ટરોમાં લખ્યું છે કે ‘શું છુપાવો છો?, કેમ ડરો છો?, વિધાનસભાનું લાઈવ કરો, ગુજરાતની જનતા પૂછે છે વિધાનસભામાં શું ચાલે છે?’

સંસદની કાર્યવાહીનું લાઈવ કરાઈ છે તો ગુજરાત વિધાનસભાનું કેમ નહી?

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. 28 રાજ્યોની વિધાનસભા સત્રની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી વિધાનસભા સત્રની સમગ્ર કાર્યવાહીનો ખર્ચ કરવામાં આવે છે, પગાર અને સુવિધાઓ પણ પ્રજાના પૈસા ભોગવે છે તે જોવાનો અને જાણવાનો પ્રજાનો પણ હક બને છે.’

વિપક્ષનું કહેવું છે કે “લોકોના મતથી ચૂંટાયેલી સરકાર શું શ્રેષ્ઠ કરી રહી છે એ લોકોને જાણવાનો અધિકાર છે અને લોકોનો મતથી ચૂંટાયેલો પક્ષ સરકારનાં નીતિનિયોમો અને કાર્યમાં રહેલી ક્ષતિને કઈ રીતે ઉજાગર કરે છે એ પણ લોકોને જાણવાનો અધિકાર છે.”

પહેલા વિધાનસભાની દિવસભરની કાર્યવાહી રૅકૉર્ડ કરી ટી.વી.પર પ્રસારિત કરાતી

બીબીસી ગુજરાતીના એક અહેવાલ અનુસાર 2012 સુધી ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટી.વી. ચૅનલ અને અખબારોના ફોટોગ્રાફરને પ્રવેશ આપવામાં આવતો હતો. અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના ફ્લોર પર થોડા સમય માટે દરેક ખાનગી અને સરકારી ચેનલને પ્રૉસિડિંગનું રિકૉર્ડિંગ કરવા દેવામાં આવતું હતું. એટલું જ નહીં ગુજરાત વિધાનસભાની દિવસભરની કાર્યવાહી રૅકૉર્ડ કરી ટી.વી.પર પ્રસારિત કરી શકાય એ માટેની પણ જોગવાઈ હતી.

આ કથિત ઘટનાને યાદ કરતાં એક સમયના ભાજપના ધારાસભ્ય રહેલા અને બાદમાં કૉંગ્રેસમાં જોડાયેલા જિતુ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, “માર્ચ મહિનામાં અંદાજપત્ર સત્રમાં ભાજપના બે ધારાસભ્ય શંકર ચૌધરી અને જેઠા ભરવાડ પર આરોપ લાગ્યા હતા કે તેઓ વિધાનસભામાં બેસીને આઈપેડમાં અયોગ્ય ફિલ્મ જોતા હતા.” “એક રાષ્ટ્રીય ખાનગી ચૅનલ અને સ્થાનિક અખબારે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, ત્યારબાદ ભારે હોબાળો થયો હતો.”

“એ પછીના સમયમાં નિર્ણય લેવાયો હતો કે પત્રકારોને કૅમેરા સાથે વિધાનસભામાં ન આવવા દેવા.” અલબત્ત, ત્યારબાદ થયેલી તપાસમાં બંને ધારાસભ્યો નિર્દોષ સાબિત થયા હતા.

 

 

આ પણ વાંચોઃ હાઉસ ટ્રાન્સફર ફી વસૂલી મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય! જાણો કેટલી ફી નક્કી કરાઈ? |House transfer fees

આ પણ વાંચો: કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video

આ પણ વાંચોઃ 22 વર્ષિય કોંગ્રેસ મહિલા નેતાનો હત્યારો ઝડપાયો, કહ્યું હું તેનો બોયફ્રેન્ડ! માતાએ પાર્ટી પર લગાવ્યા આરોપ?|Himani Narwal Murder Case

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 3 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 5 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 6 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 11 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!