
Piyus Goyal US Visit: ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને આજે સોમવારે દેશના કામ પડતાં મૂકી અચાનક અમેરિકા જવા રવાના કરાયા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ ટેક્ષ લાદવાની તૈયારી કરી રહ્યા છે. તે પહેલા ગોયલ અમેરિકા પહોંચી રહ્યા છે.
બ્લૂમબર્ગના એક અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પિયુષ ગોયલની મુલાકાત ખૂબ જ અણધારી છે. અહેવાલો અનુસાર ગોયલ 8 માર્ચ સુધી અમેરિકામાં રહી શકે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે હજુ સુધી આ મુલાકાત અંગે કોઈ પણ નિવેદન આપ્યું નથી.
અમેરિકા પણ હવે ભારત જેવું જ કરશે: ટ્રમ્પ
ઉલ્લેખની છે કે કે ટ્રમ્પે ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પહેલા ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ટેરિફ ટેક્ષ એટલે કે ટિટ ફોર ટેટ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન સાથેની વાતચીત દરમિયાન પણ ટ્રમ્પે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. જેથી હવે અમેરિકા પણ આવું જ કરશે. જો કે આ દરમિયાન ટ્રમ્પની વાત સમજ્યા ન હોય તેમ પીએમ નરેન્દ્ર મોદી હસવા લાગ્યા હતા. ગયા મહિને પીએમ મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન, ભારત અને અમેરિકાએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર $500 બિલિયન સુધી વધારવાનો સંકલ્પ કર્યો હતો.
પિયુષ ગોયલની મુલાકાતથી શું થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પના ટેરીફ ટેક્ષ અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરશે. આ સમયગાળા દરમિયાન, ભારત પર તેની સંભવિત અસરનું મૂલ્યાંકન કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય નિકાસકારો માટે છૂટછાટો મેળવવાની શક્યતા પર પણ ચર્ચા કરશે. દ્વિપક્ષીય વેપાર વધારવા માટે તૈયાર કરાયેલા વેપાર કરાર પર પણ વાતચીત થશે.
આ પણ વાંચોઃ Accident: બેફામ આવતી કારે બે બાઈકસવારોને ઉલાળ્યા, રિક્ષામાં જઈ ભટકાયા, ક્યાનો Video?
ભારતને આટલું મોટું નુકસાન થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત કહ્યું છે કે તેઓ એપ્રિલની શરૂઆતથી ટેરિફ ટેક્ષ લાદવાનો ઇરાદો ધરાવે છે. આ સમાચારથી ભારતીય નિકાસકારોમાં, ખાસ કરીને ઓટોમોબાઈલ અને કૃષિ ક્ષેત્રોમાં, ચિંતા વધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સિટી રિસર્ચ વિશ્લેષકોનો એવો અંદાજ છે કે આવા ટેરિફથી ભારતને વાર્ષિક 7 બિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે.
ટ્રમ્પના કડક વલણ બાદ ભારતે ટેક્ષ ઘટાડ્યો
ભારતે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ટેક્ષ ઘટાડ્યો છે. હાઇ-એન્ડ મોટરસાઇકલ પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, બોર્બોન વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવ્યો છે. ભારતમાં અન્ય છે તેમણે ટેરિફની સમીક્ષા કરવા, ઉર્જા આયાત વધારવા અને અમેરિકા પાસેથી વધુ સંરક્ષણ સાધનો ખરીદવાનું પણ વચન આપ્યું છે.
આ પણ વાંચોઃ Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીની જલારામ બાપા અંગે વિવાદસ્પદ ટીપ્પણી, ‘આ વખતે માફી નહીં ચાલે’
આ પણ વાંચોઃ કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video