
Ahmedabad Crime: ગઈકાલે અમદાવાદના કેડીલા બ્રિજ પાસે હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ હતી. વટવામાં રહેતી પત્ની અને બાળકોને મળીને ઘરે જઈ રહેલા યુવકનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે આજે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોણે કરી છે તે જાણી ચોકી જશો.
શહેરના કેડીલા બ્રિજ પાસે ગત મોડી રાત્રે યુવકની હત્યા કરાઈ હતી. નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અને સોલાર લગાવવાનું કામ કરતા અજીજખાન પઠાણ(ઉ.વ.34) ગત મોડી રાત્રે ઘોડાસર કેડિલા બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે છરી વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ઈસનપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પરથી પોલીસે છરી રાખવાનું કવર મળ્યું હતુ. જેથી યુવકની હત્યા છરીના ઘા ઝીકીં કરાઈ હોવાનું સામે આવ્યું હતુ.
ત્યારે હવે બીજા દિવસે હત્યારાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તપાસ કરતા હત્યા કરનાર અન્ય કોઈ નહિ પરંતુ મૃતકની પત્નીનો પ્રેમી જ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. હત્યા શખ્સ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના ત્રણ વર્ષ પહેલા થયા હતા છૂટાછેડા
નરોડામાં રહેતા અજીજખાનના ત્રણ વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. જો કે બંને પરિવારો વચ્ચે ફરી સમાધાન થતાં તે વટવામાં બાળકો અને પત્ને મળવા ગયો હતો. ત્યારે મળીને પાછા આવતી વખતે આ ઘટના ઘટી હતી.
આ પણ વાંચોઃ રામ મંદિર પર હુમલો કરવાના ઈરાદે આવેલો આતંકવાદી ઝડપાયો, ISI સાથે સંબંધો
આ પણ વાંચોઃ Accident: બેફામ આવતી કારે બે બાઈકસવારોને ઉલાળ્યા, રિક્ષામાં જઈ ભટકાયા, ક્યાનો Video?









