પેગાસસ સ્પાઈવેર મામલે મોદી સરકાર આવી બેકફૂટ પર; કોંગ્રેસે પૂછ્યાં ધડાધડ પ્રશ્ન

  • India
  • December 23, 2024
  • 0 Comments

પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના એક એનએસઓ ગ્રૂપને દોષિત ઠેરવતાં ભારતમાં ફરી આ મામલો વકર્યો છે.

ઈઝરાયલના એનએસઓ દ્વારા ડિવાઈસમાં પેગાસસ સ્પાઈવેર દાખલ કરી 1400 લોકોની માહિતી હેક કરવાનો આરોપ હતો. આ 1400 વોટ્સએપ યુઝર્સમાં 300 ભારતીયો સામેલ હતાં. પીડિતોમાં ભારતમાંથી પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સામેલ છે. એનએસઓ ગ્રૂપે વારંવાર કબૂલ્યું હતું કે, આ ડીલ માત્ર સરકાર અને સરકારી એજન્સીઓ સાથે થઈ હતી. જો કે, ભારત સરકાર આ આરોપોને સતત ફગાવી રહી છે. હવે અમેરિકાની કોર્ટે એનએસઓ ગ્રૂપને દોષિત ઠેરવતાં વિપક્ષ દ્વારા ફરી પાછા આકરા પ્રહારો સાથે સત્ય બહાર લાવવા માગ ઉઠી છે.
મોદી સરકારને પૂછ્યા સવાલો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સુરજેવાલાએ મોદી સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે, પેગાસસ સ્પાયવેર મામલે આ ચુકાદો સાબિત કરે છે કે, ગેરકાયદે સ્પાયવેર રેકેટેમાં ભારતીયોના 300 વોટ્સએપ નંબર્સને હેક કેવી રીતે બનાવવામાં આવ્યા. જે 300 લોકો ભોગ બન્યા છે, તે કોણ છે, બે કેન્દ્રીય મંત્રી કોણ છે? ત્રણ વિપક્ષના નેતા, બંધારણના અધિકારી અને પત્રકાર કોણ છે, બિઝનેસમેન કોણ છે?

સૂરજેવાલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સરકાર અને એજન્સીઓએ આ હેકિંગથી કેવી જાણકારી મેળવી છે. તેનો શું ઉપયોગ કરી રહ્યા છે, તેના બદલ વર્તમાન સરકારમાં રાજકીય-કાર્યકારી અને અધિકારીઓ તેમજ એનએસઓની માલિકીની કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાશે કે કેમ?

સૂરજેવાલાએ સવાલો કર્યા છે કે, સુપ્રીમ કોર્ટ મેટા બનામ એનએસઓ કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ધ્યાનમાં લેશે કે નહીં? શું સુપ્રીમ કોર્ટ 2021-22માં પેગાસસ સ્પાયવેર પર ટેક્નિકલ એનાલિસ્ટની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને જાહેર કરશે. શું સુપ્રીમ કોર્ટ મેટા પાસે લિંક થયેલા 300 નંબરના નામ માગશે?

જણાવી દઈએ કે, વોટ્સએપે 2019માં એનએસઓ વિરૂદ્ધ કેસ કરી મનાઈ હુકમ જાહેર કરી દંડ ચૂકવવાની માગ કરી હતી. એનએસઓ પર છ મહિના અગાઉ ભોગ બનનારા લોકોની ડિવાઈસમાં પેગાસસ સ્પાયવેર ઈન્સ્ટોલ કરવા વોટ્સએપ સર્વરનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેમાં તે અંદાજે 1400 લોકો પર નજર રાખી રહી હતી. 20 ડિસેમ્બર, 2024ના રોજ અમેરિકાની કોર્ટે વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપતાં ઈઝરાયલના એનએસઓ ગ્રૂપને સજા ફટકારી છે.

Related Posts

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર
  • April 30, 2025

India caste based census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જા આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી વિરોધ કરી રહેલા ભાજપાએ હવે વિપક્ષની માंગ સ્વીકારી છે. જાતિ આધારિત…

Continue reading
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
  • April 30, 2025

Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

  • April 30, 2025
  • 5 views
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

  • April 30, 2025
  • 14 views
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

  • April 30, 2025
  • 27 views
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • April 30, 2025
  • 32 views
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

  • April 30, 2025
  • 31 views
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 18 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર