માતા ગંગાએ મને દત્તક લઈ લીધો છે: PM મોદી હવે ગંગા પુત્ર

  • India
  • March 6, 2025
  • 1 Comments
  • મા ગંગાએ મને દત્તક લઈ લીધો છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ગામમાં હિમસ્ખલનના કારણે થયેલા મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘જે દુર્ઘટના ઘટી છે તેના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે.’

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો અને મુલાકાતોને યાદ કરતાં કહ્યું કે, ‘વર્તમાનમાં ઉત્તરાખંડનો દાયકો છે. ઉત્તરાખંડમાં કોઈ ઑફ સિઝન ન હોવી જોઈએ. અહીંના સ્થળો પર્યટન માટે રોજ ચાલુ હોવા જોઈએ.’

વડાપ્રધાને નિવેદન આપ્યું કે, ‘ઉત્તરાખંડની આ દેવભૂમિ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર છે. તેના પર ચારધામ અને અનંત તીર્થના આશીર્વાદ છે. હું માનું છું કે મા ગંગાના આશીર્વાદથી હું કાશી પહોંચ્યો છું અને સાંસદ તરીકે કાશીની સેવા કરી રહ્યો છું. મા ગંગાએ મને બોલાવ્યો હતો. થોડા મહિના પહેલાં જ મને લાગ્યું કે મા ગંગાએ મને દત્તક લીધો છે. તેમના પ્રેમને કારણે જ આજે હું મારા મોસાળ મુખબા ગામે આવ્યો છું.’

આ પણ વાંચો- Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ

વડાપ્રધાને આગળ કહ્યું કે, ‘થોડા વર્ષો પહેલાં જ્યારે હું બાબા કેદારનાથના દર્શન કરવા ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે, આ દશકો ઉત્તરાખંડનો હશે, તે શબ્દો મારા હતા, લાગણીઓ મારી હતી, પરંતુ તેની પાછળની શક્તિ બાબા કેદારનાથની જ હતી. બાબા કેદારના આશીર્વાદથી, તે શબ્દો, તે લાગણીઓ સત્ય અને વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે. આ દાયકો ઉત્તરાખંડનો બની રહ્યો છે. હું ઈચ્છું છું કે ગમે તે સિઝન હોય પણ ટુરિઝમ ચાલુ રહે. શિયાળામાં રિસોર્ટ્સ ખાલી રહે છે, આનાથી આર્થિક અસંતુલન સર્જાય છે. દેશ-વિદેશથી મુલાકાત લેતાં લોકોને આ સ્થળ પર આધ્યાત્મિક આભાની વાસ્તવિક ઝલક જોવા મળશે.’

વડાપ્રધાને કહ્યું કે, ‘અમારી ડબલ એન્જિન સરકાર ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ અને હેમકુંડ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેદારનાથ રોપવેના નિર્માણ બાદ કેદારનાથ યાત્રા હાલ લાગતા 8-9 કલાકના સમયના બદલે હવે માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. તેનાથી વૃદ્ધો અને બાળકો માટે કેદારનાથ યાત્રા વધુ સુવિધાજનક બનશે.’

આ પણ વાંચો- Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર

Related Posts

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ
  • June 18, 2026

Priyank Kharge RSS: કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ, નાણાકીય સ્ત્રોતો અને સંગઠનાત્મક માળખા અંગે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, તેણે દેશની રાજનીતિમાં મોટું ઘમાસાણ મચાવી…

Continue reading
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 2 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 5 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?